(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૬
જૂનાગઢ તાલુકાના બીલખા પોલીસ સ્ટેશન વિસ્તારના ભલગામ ગામની એક પરિણીતાને ધમકી આપી અને બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવતા ચકચાર જાગી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર બિલખાના ભલગામ ગામે રહેતી એક પરિણીતાએ વેરાવળના ગોવિંદપરા ગામના નરેશ કરશનભાઈ વાણવી વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવેલ છે કે, આજથી છ એક મહિના પહેલાથી તા.૧૭/૧ર/૧૮ સુધી અવાર-નવાર કોઈપણ સમયે ગુનો આચરવામાં આવેલ છે જેમાં આ કામનો આરોપી ફરિયાદી સાથે સંપર્કમાં આવી અને ફરિયાદી અને તેના પતિ તેમજ તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી. ફરિયાદી પરિણીતાને જૂનાગઢ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ફરિયાદીની ઈચ્છા વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ. તા.૦પ/૧ર/૧૮ના વહેલી સવારે જબરદસ્તી ફરિફાદીના ઘરે આવી તેને બિભત્સ શબ્દો કહી તેની સાથેના ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી અને ફરિયાદી અને તેના બાળકોને મારી નાખવાની ધમકીઓ આપી તા.૦૬/૧ર/૧૮ના છ એક વાગ્યા સુધી વારંવાર ફરીયાદીની ઈચ્છા વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બિલખાના પીએસઆઈ વી.યુ.સોલંકી ચલાવી રહ્યા છે.