અમરેલી, તા.૩૦
અમરેલીમાં રહેતી અને શિક્ષિકા તરીકે નોકરી કરતી એક યુવતીને ધારી બીઆરસી ભવનમાં નોકરી કરતા શખ્સે વારંવાર તેને પોતાની સાથે સબંધ બાંધવા જણાવી તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરવાની કોશિશ કરી બાદમાં તેના નિવસ્ત્ર ફોટા પાડી ધાકધમકી આપી શિક્ષિકા તાબે ના થતા બેડમિન્ટન વડે મારમારી તેમજ શિક્ષિકાનો ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ તથા ઈમેલ મેળવી જાનથી મારી નાખવની ધમકી આપતા શિક્ષિકાએ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના લાઠી રોડ ઉપર રહેતી અને મૂળ મોટા આંકડિયા ગામની એક યુવતી જેને ૨૦૦૬માં શિક્ષિકા તરીકે નોકરી મળતા અમરેલી જિલ્લામાં જુદી-જુદી જગ્યાએ નોકરી કરેલ હોઈ અને વારંવાર અમરેલી ચિતલ રોડ ઉપર આવેલ બીઆરસી ભવન ખાતે તેને મિટિંગમાં જવાનું થતું હોઈ ત્યાં તેની મુલાકાત ધારીમાં બીઆરસી ભવનમાં નોકરી કરતા અને લાઇનપરમાં પ્રાથિમક શાળામાં નોકરી કરતા હરેશ બાબુભાઇ મકવાણા સાથે થઇ હતી અને હરેશ મકવાણાએ આ શિક્ષિકા સાથે વાતચીત દ્વારા સંબંધ બનાવી બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધવા જણાવતો હોઈ અને આ શિક્ષિકાનો પીછો કરી તેના ઘરે જતો હોઈ ગત તા.૨૫/૫/૨૦૧૮ના રોજ શિક્ષિકાના પતિ અમદાવાદ ગયેલ હોઈ ત્યારે ઘરે આવી શિક્ષિકાને બળજબરી પૂર્વક નિવસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી અને શિક્ષિકાએ હરેશ મકવાણાનો પ્રતિકાર કરતા હરેશ મકવાણા એ શિક્ષિકાના નિવસ્ત્ર ફોટા પાડી આ ફોટા સમાજમાં ફરતા કરી દેવાની ધમકી આપી શિક્ષિકાને બદનામ કરવાની ધમકી આપી તેમજ તેના પુત્રને મારી નાખવની ધમકી આપતા શિક્ષિકાએ ગઈકાલે ધારીના હરેશ બાબુભાઇ મકવાણા સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ એમ.એ.મોરી તપાસ ચલાવેલ છે.