અરવલ્લી જિલ્લાના મેઘરજનગરની એક ખાનગી શાળાના શિક્ષકે આજ શાળાની મુસ્લિમ શિક્ષિકાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર ફરાર આરોપી પોલીસ પકડથી દૂર છૂટો ફરતો હતો ત્યારે આજ આરોપીએ તેના નજીકના ગામની તેના સમાજની એક પરિણીત યુવતીને ઘાતક હથિયારની અણીએ ઉઠાવીને લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજાર્યાની આ જ આરોપી સામે ટૂંકા ગાળામાં બે અલગ-અલગ ફરિયાદ નોંધાતા સારાયે તાલુકામાં આ કામાંધ વ્યભિચારી શિક્ષક સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે.
બનાવની વિગત અનુસાર જિલ્લાના મેઘરજનગરની ખાનગી શાળાના શિક્ષક સંજીવ પટેલ રહે. અદાપુરે આજ શાળાની શિક્ષિકાનું અપહરણ કરી અઢી વર્ષ સુધી ગુજરાત અને રાજસ્થાનની વિવિધ જગ્યાએ ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગુજારનાર શિક્ષકના ચુંગાલમાંથી છટકીને આવનાર શિક્ષિકાએ આ શિક્ષક વિરૂદ્ધ મેઘરજ પોલીસ સ્ટેશનમાં આજથી એક માસ અગાઉ મુખ્ય આરોપી સહિત સાત ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. તેવો આ કેસનો મુખ્ય આરોપી સંજીવ પટેલ પોલીસ પકડથી દૂર છૂટો ફરતો હતો. તેવામાં જ આ આરોપી સંજીવ પટેલે તેના બાજુના ગામની તેના સમાજની એક પરિણીત મહિલાને લલચાવી અને નોકરી કરવી હોય તો ડોક્યુમેન્ટ મને આપો એમ મહેતાં મહિલાના પિતાએ તેને ડોક્યુમેન્ટ આપ્યા હતા અને થોડાકા દિવસ બાદ રાત્રીના સમયે તબેલામાં અવાજ થતાં યુવતી ઉઠીને તબેલામાં જોવા ગઈ હતી. ત્યાં સંજીવ પટેલ તિક્ષ્ણ હથિયાર સાથે ઉભો હતો અને તિક્ષ્ણ હથિયાર યુવતીના ગળે મૂકી ડરાવીને યુવતીને તેની સાથે આવવા દબાણ કરતાં ગભરાયેલી યુવતીને તેની ગાડી પર બેસાડી દીધી હતી અને આ આરોપીએ યુવતીને હાલોલ જયપુર આણંદ અમે વિવિધ જગ્યાએ લઈ જઈ તેની સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. હાલોલમાં યુવતીની સોનાની વીંટી અને આણંદમાં સોનાની ચેન આરોપીએ વેચી મારી હતી. આણંદમાં વેચેલા આ સોનાના દોરો વેચનાર વેપારીએ સહી અને ફોટો પણ લીધા હતા. આ યુવતી તકનો લાભ લઈ ઉદેપુરથી આ આરોપીના ચુંગાલમાંથી છૂટી તેના પરીવારજનોને બોલાવતાં તેના પરિવારજનો તેને ઘરે લઈ આવ્યા હતા અને યુવતીએ નરાધમ વિરૂદ્ધ મેઘરજ પોલીસમાં બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. ત્યારબાદ મેઘરજ પોલીસે ગુનો નોંધાયાની ગણતરીની મિનિટોમાં આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ર કામાધ શિક્ષક સંજીવ પટેલની સામે કુલ ત્રણ ફરિયાદો નોંધાઈ છે. જેમાંની એક ખેડબ્રહ્માં કોર્ટમાં ચેક રીટર્નનો ગુનો નોંધાયેલ છે. અઢી વર્ષથી ફરાર આ આરોપી સામે બીજા એક કેસમાં મેઘરજ પોલીસ સ્ટેશને મુસ્લિમ શિક્ષિકા સાથે અઢી વર્ષ સુધી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાયેલી છે તેવા આ બંને કેસમાં આ આરોપી ફરાર હતો તેવામાં જ આરોપીએ તેના નજીકના ગામની પરિણીત યુવતીને ઉઠાવી રાજસ્થાન અને ગુજરાતમાં વિવિધ જગ્યાએ લઈ જઈ ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ ગઈ કાલે મોડી સાંજે નોંધાતાં આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આ આરોપી સામે સરકાર સખત કાર્યવાહી હાથ ધરી સજા અપાવે તેવી લોકોની લાગણી અને માગણી છે.
મેઘરજની શિક્ષિકાનું અપહરણ કરી લાજ લૂંટનાર નરાધમે અન્ય પરિણીતાને ઉઠાવી જઈ દુષ્કર્મ આચર્યું

Recent Comments