(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૫
સુરત શહેરના પાંડેસરા બમરોલી રોડ શાંતિવન સોસાયટીમાં રહેતો શિવનાથ અદિત શર્મા મિલમાં નોકરી કરે છે. આ જ વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર પોતાના ત્રણ સંતાનો સાથે રહે છે. તેમની મોટી દિકરી બિમારી હોવાથી તેના પિતા યુપી સારવાર માટે ગયા હતા. તે દરમ્યાન પરિણીતા લેસ પટ્ટીનું કામ કરી પોતાની બે દિકરીઓનું ભરણ પોષણ કરે છે. પરિણીતા રોજ સવારે કામ પર જાય અને સાંજે ઘરે પરત આવતી હતી. તે દરમ્યાન શિવનાથની સમશ્રવી પરિવારની ૬ વર્ષની પુત્રી પર નિયત બગડી હતી. ત્રણ થી ચાર વખત રૂમની ગેલેરીની બહાર રમતી બાળાને ખાવા માટે પાંચ થી દસ રૂપિયા આપ્યા હતા. તા.૧૯મી જુલાઇના રોજ પરિણીતા નિયત સમય મુજબ કામ પર ગઇ હતી. તે વખતે તેમની ૬ વર્ષની દિકરી સાંજના સમયે ઘર આગળ રમી રહી હતી. તે વખતે શિવનાથે તેના પર નિયત બગાડી હતી. બાળાને ખાવા માટે ફરીથી પૈસાની લાલચ આપી પોતાના રૂમમાં લઇ ગયો હતો. વૃધ્ધે બાળા પર પાશવી બળાત્કાર ગુજારી પોતાની હવસ સંતોષી હતી. બીજી બાજુ બાળા રડવા લાગતા વૃધ્ધ ભાગી છુટ્યો હતો. આ બનાવ સંદર્ભે તેની માતા કામ પરથી આવ્યા બાદ તેની માતાને જાણ થતાં તાત્કાલ સારવાર અર્થે સિવીલ લઇ ગઇ હતી. ત્યારબાદ તબીબોએ પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે પરિણીતાની ફરીયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.