જામનગર, તા. ૨૫
લાલપુરના એક મહિલાને એક શખ્સે આશ્રમમાં સાથે મૂકવા જવાનું કહ્યા પછી સ્લીપર બસમાં તેણી પર પાશવી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
લાલપુરમાં રહેતા એક મહિલા તેઓ થોડા સમય પહેલા બહાદુરસિંહ પ્રભાતસંગ જેઠવા નામના શખ્સના સંપર્કમાં આવ્યા હતા. તેઓની સાથે બહાદુરસિંહએ મિત્રતાનો સંબંધ બાંધી પોતાની જાળમાં ફસાવ્યા હતા.આ મહિલાને જૂનાગઢમાં આવેલા એક આશ્રમમાં રહેવા જવું હતું તેવી તેણીએ બહાદુરસિંહને વાત કરતા આ શખ્સે આશ્રમમાં મૂકવા માટે પોતે આવશે તેમ કહી ગયા અઠવાડિયે કાર્યક્રમ ઘડી કાઢયો હતો.તે દરમ્યાન ગયા મંગળવારે ડાકોરથી ભાવનગર જવા માટે આ બન્ને વ્યક્તિઓ ખાનગી કંપનીની સ્લીપર બસમાં મુસાફરી કરતા હતા. ત્યારે સાંજના સમયે બહાદુરસિંહએ પોત પ્રકાશી તે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. આ વેળાએ તે મહિલાએ પ્રતિકાર કરતા અવાજ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બાબતની ગઈકાલે તે મહિલાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પ્રોબે. પીએસઆઈ એમ.એલ. આહિરે આઈપીસી ૩૭૬, ૫૦૬ (ર) હેઠળ ગુનો નોંધી બહાદુરસિંહની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.