મોરબી, તા.૧૪
મોરબી જિલ્લા શિક્ષક સંઘના પુર્વ પ્રમુખ વિજય સરડવાની દુષ્કર્મ કેસમાં પોલીસે ધરપકડ કરી છે.
મોરબી જિલ્લા શિક્ષક સંઘના પુર્વ પ્રમુખ વિજય સરડવા વિરુદ્ધ દુષ્કર્મ કેસમાં આજે આરોપી વિજય સરડવા વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાયો હોવાનુ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતુ કે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ કેસની વિગતો જાહેર કરતા જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે આરોપી વિજય કેશવજીભાઈ સરડવા રહે.મોરબી રવાપર રોડ બોની પાર્ક.ધરતી ટાવર વાળો તત્કાલીન સમયે પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ હતો ત્યારે આ કામના ફરિયાદી શિક્ષક લગ્ન કરવા માગે છે તેવી ખાતરી આપેલ અને રાજકોટ માધાપર ચોક્ડી નજીક ફ્લેટ ભાડે રાખી અવાર નવાર તે ફ્લેટમાં બોલાવી અને શારીરિક સબંધો બાંધેલ હતા વધુમાં આરોપી પરણિત હોવાની ખબર પડતાં શિક્ષિકાએ લગ્નનું કહેતા આરોપીએ તેની શિક્ષિકા પત્નીને છુંટાછેડા આપી ભોગ બનનાર સાથે લગ્ન કરશે તેવી ખાત્રી આપેલ પરંતુ લાંબા સમય સુધી પોતાની પત્ની સાથે છૂટાછેડા થયાના કોઇ પ્રમાણ ભોગ બનનારને આપેલ નહી જેના કારણે ભોગ બનનારે આરોપી સાથે સબંધ બંધ કરી નાખેલ તે દરમ્યાન ભોગ બનનારની સગાઇ અન્ય જગ્યાએ થયેલ અને લગ્ન કરવાની તૈયારી હતી ત્યારે પણ આરોપીએ બિભિત્સ ફોટા વિડીયો મોકલી સગાઈ તોડાવી નાખેલ હતી આ મામલે અગાઉ ભોગ બનનાર શિક્ષિકાએ રાજકોટ ખાતે પોલીસમાં અરજી કરતા આરોપીએ પોતે હવે પછી આવું નહી કરે અને તમામ બાબતો પોતે સ્વીકારી સોગંદનામું કરી આપેલ હતું તેમ છતાં પજવણી ચાલુ રાખતા અંતે આ શિક્ષિકાએ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેની ધરપકડ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.