(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૫
કઠુઆ અને સુરત સહિત દેશભરમાં માસૂમ બાળાઓ પર દુષ્કર્મ આચરી તેઓની હત્યા કરવાની બનેલી ઘટનાઓના વિરોધમાં આણંદ શહેરમાં ભાલેજ રોડ પર જૂની પાણીની ટાંકી પાસે આણંદ શહેર સુન્ની મુસ્લિમ વેલ્ફેર ટ્રસ્ટના નેજા હેઠળ મુસ્લિમ મહિલાઓએ દુષ્કર્મના પૂતળાનું દહન કરી તેમજ મિણબત્તીઓ સળગાવીને માસૂમ બાળાઓને આદરાજંલી અર્પણ કરી હતી તેમજ દેશમાંથી દુષ્કર્મની ઘટનાઓ બંધ થાય અને દુષ્કર્મ આચરનાર નરાધમોને યોગ્ય સજા થાય અને પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે દુઆ ગુજારવામાં આવી હતી. આણંદ શહેરમાં જૂની પાણીની ટાંકી પાસે સરવર ચોકમાં યોજાયેલા કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓને દુષ્કર્મના પૂતળાને આગ ચાંપી પૂતળા દહન કરી દુષ્કર્મના પૂતળા દહન સાથે જ દેશમાંથી દુષ્કર્મની ઘટનાઓ પણ સળગીને ખાખ થઈ જાય અને હવે પછી કોઈ માસૂમ બાળા કે યુવતી દુષ્કર્મનો ભોગ બને નહી તેવો સંદેશ આપ્યો હતો. પૂતળા દહન બાદ પીરે તરીકત શબ્બીરશાહ કાદરી સરવરી ઉર્ફે કારીબાપુ, પીરે તરીકત સૈયદ જલાલી બાપુ કારંટાવાળા, પીરે તરીકત સૈયદ જાકીરબાપુ, આણંદ શહેર સુન્ની મુસ્લિમ વેલ્ફેર ટ્રસ્ટના ચેર પરસન અને નિવૃત્ત ઓડીટર વર્ગ-૧ અધિકારી હાજી મુસ્તુફામિંયા ઠાકોરએ મિણબત્તીઓ પ્રગટાવીને ભોગ બનેલી માસુમ બાળાઓને આદરાજંલી અર્પી હતી,તેમજ પીરે તરીકત શબ્બીરશાહ કારી બાપુએ દેશમાં માસુમ બાળાઓ અને મહિલાઓ સુરક્ષીત રહે અને દુષ્કર્મ આચરનારા નરાધમોને સખ્ત સજા થાય દેશમાં ચેન અમન અને કોમી એખલાસ જળવાય તે માટે ખાસ દુવા ગુજારવામાં આવી હતી.તેમજ પીરે તરીકત સૈયદ જલાલી બાપુએ પણ દેસમાં મહિલાઓ સાથે દુષ્કૃત્ય આચરનારાઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને સમાજમાં દાખલો બેસે તેવી સજા આપવાની માંગ કરી હતી,આ પ્રસંગે સ્થાનિક મહિલાઓએ પણ મિણબત્તીઓ પ્રગટાવીને ભોગ બનનાર બાળાઓનાં આત્માની શાંતી માટે દુવા કરી હતી,તેમજ તેઓનાં પરિવાર પ્રત્યે સંવેદના પ્રકટ કરી હતી. આ પ્રસંગે આણંદ શહેર શુન્ની મુસ્લિમ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ઐયુબખાન પઠાણ,યાવરહુશેન એમ ઠાકોર,શાહબુદ્દીન મલેક,ઈનાયતુલ્લા શેખ,હાજી બિસ્મિલ્લાખાન પઠાણ( આર.ટી.ઓ),એ.એચ મલેક (બીએસએનએલ), હાજી સલીમભાઈ (કેજીએન),મો.આરીફ શેખ, ફિરોજભાઈ લાઈટવાળા, કાઉન્સીલર સહિદાબેન વ્હોરા સહીત મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ સ્થાનીક લોકો ઉપસ્થિત રહ્યા હતા.