Gujarat

અમરેલીના દેવકા અને ચિતલ ગામે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

અમરેલી, તા.૨૬
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે ૨૦ વર્ષીય યુવતીનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરતા શખ્સ સામે તેમજ અમરેલીના ચિતલ ગામે ચાર વર્ષ પહેલા સગીર અવસ્થા દરમ્યાન યુવતી ઉપર વારંવાર ધાકધમકી આપી દુષકર્મ આચરનાર યુવક સહિત ત્રણ સામે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે રહેતી ૨૦ વર્ષીય યુવતી ગત તા.૫/૧૦/૨૦૧૮ના રોજ તેના દાદાના ઘરે સાફસફાઈ કરવા ગયેલ હોઈ અને એક્લી હતી ત્યારે તેજ ગામમાં રહેતો રાજેશ બચુભાઈ મકવાણાએ યુવતીને કહેલકે તુંમારી સાથે કેમ બોલતી નથી તું મારી સાથે નહીં બોલીશ તો તને મારી નાખીસ અને તને ભગાડીને લઇ જઈશ તેમ કહી એકલતાનો લાભ લઇ યુવતીના મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી બાદમાં કોઈને કહીશ તો જાનથી મારી નાખીસ તેવી ધમકી આપતા યુવતીએ આરોપી રાજેશ બચુભાઈ મકવાણા સામે ડુંગર પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.
જ્યારે દુષ્કર્મની બીજી એક ઘટનામાં અમરેલીના ચિતલ ગામે રહેતી એક ૧૯ વર્ષીય યુવતીને ચાર વર્ષ પહેલ તે સગીર વયની હતી. ત્યારે સુનિલ વલ્લભ વાળા નામના શખ્સે યુવતીનો પીછો કરી તેનું અપહરણ કરી વારંવાર તેની મરજી વિરૂદ્ધ બળત્કાર ગુજારી બાદમાં કોઈને કહીશ તો તને મારી નાખીસ તેવી ધમકી આપેલ આ બનાવમાં આરોપી સુનીલને દિપક નાનજીભાઈ વાળા અને દિનેશ અરવિંદભાઈ વાળા એ મદદગારી કરતા ઉપરોક્ત ચારેય સામે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.