(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
આ દિવસોમાં બાબાઓના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. રામપાલ, આસારામ અથવા તો પછી બાબા રામ રહીમને જ જોઈ લો. હવે આ જ ક્રમમાં એક અન્ય બાબાનું નામ પણ સામેલ થઈ ગયું છે. જીહાં ફતેહપુર બેરીમાં શનિધામના સંસ્થાપક અને ધર્મગુરૂ મહામંડલેશ્વર દાતી મદન મહારાજ રાજસ્થાની પર બળાત્કારનો આરોપ મૂકાયો છે. એક મહિલા શિષ્યએ તેમના પર આરોપ મૂકયો છે. મહિલાના જણાવ્યા અનુસાર ર વર્ષ પહેલાં શનિધામ મંદિરની અંદર જ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. શરૂઆતમાં તો ડરને કારણે મહિલાએ ફરિયાદ ન કરી પરંતુ ત્યારબાદ દિલ્હીમાં તેની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે આ બળાત્કારી બાબાએ તેણીને આ વાત કોઈને પણ ના કહેવાની ધમકી આપી હતી. પીડિતાના પિતાએ જણાવ્યું કે, તે સમયે પોતાની દીકરીને દાતી મહારાજના સંરક્ષણમાં તેમના આશ્રમમાં જ તરછોડી આવ્યા હતા. દાતી મહારાજે શનિને દુશ્મન નહીં પરંતુ મિત્ર ગણાવ્યા હતા. આને કારણે જ તેઓ વધારે ચર્ચામાં રહેતા હતા.
શનિધામના સંસ્થાપક દાતી મહારાજ પર દુષ્કર્મનો આરોપ

Recent Comments