(એજન્સી) નવી દિલ્હી, તા.ર
બાબતપુર સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુરૂવારે હવામાન ખરાબ હોવાને પગલે દિલ્હીથી પટના જતા સ્પાઈસ જેટ વિમાનના આગળ ઉડાન ભરવાનો ઈન્કાર કરતા યાત્રિકોને એરપોર્ટ પર રાત ગુજારવાની ફરજ પડી હતી. અહેવાલ મુજબ દિલ્હીથી પટના જતા સ્પાઈસ જેટ વિમાન એસજી-૮૪૮૦ ગુરૂવારે ખરાબ હવામાન હોવાના કારણે પટના ન જતા બાબતપુર ઉતારવામાં આવ્યું હતું. ઈંધણ ભર્યા બાદ એરલાઈન્સ પ્રબંધકે વિમાનને ફરીથી દિલ્હી મોકલવાનો નિર્ણય કર્યો. વિમાનમાં આ માહિતી ફેલાતા હોહાપો મચી ગયો હતો. ત્યારબાદ વિમાનને ફરીથી એયુન લાવવામાં આવ્યો અને મુસાફરોને ટર્મિનલ હોલમાં બેસાડવામાં આવ્યા. યાત્રિકોએ અહીં પણ હંગામો મચાવ્યો હતો. હવામાન ઠીક થવાની સૂચના મળતા વિમાને પટના લઈ જવાની તૈયારી થવા લાગી આ દરમિયાન જ પાઈલટે ડ્યુટી પૂરી થઈ હોવાનું કહીને વિમાન ઉડાન ભરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ માહિતીથી યાત્રિકો ફરીથી રોષે ભરાયા અને હોટલ તેમજ ભોજનની માગ કરી પરંતુ એરલાઈન્સના અધિકારીઓ પણ ત્યાં ન પહોંચ્યા. આ મામલે સ્પાઈસ જેટના સ્થાનિક પ્રબંધક રાજેશસિંહે કહ્યું કે, ડીજીસીએ (વિમાન નિર્દેશાલય)ના નિયમો અનુસાર કોઈપણ પાઈલટ સતત આઠ કલાકથી વધુ વિમાન ઉડાવી શકે નહીં. આ કારણથી પાઈલટે વિમાનની ઉડાન ભરવાનો ઈન્કાર કર્યો હતો.