મોદી સરકાર અને સેના અંગે કોંગી નેતાને શંકા

 

(એજન્સી)                     મુંબઈ, તા.૪

પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈકના પગલાં પછી તમામ વિપક્ષોએ વડાપ્રધાન મોદીને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. પરંતુ જ્યાં સુધી સરકાર સર્જિકલ સ્ટ્રાઈક અંગેના પુરાવા રજૂ નહીં કરે ત્યાં સુધી અમે તેને નકલી માનીશું તેમ કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે કહ્યું છે. પાકિસ્તાને આરોપ મૂકયો છે કે, ભારતે સરહદ પર ક્રોસ બોર્ડર ફાયરિંગને ખોટી રીતે રજૂ કરી છે. ભાજપે કહ્યું છે કે, સંજય નિરૂપમ આ ઘટનાને ખોટી રીતે ચગાવી પુરાવા માંગે છે. સંજય નિરૂપમે કહ્યું કે, દેશનો દરેક નાગરિક સર્જિકલ સ્ટ્રાઈક ઈચ્છે છે. પરંતુ તે નકલી નહીં જે ભાજપે રાજકીય લાભ ખાતર ઊભી કરી હોય તેમ એક ટ્‌વીટમાં સંજય નિરૂપમે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દેશના હિતમાં સર્જિકલ સ્ટ્રાઈક હુમલા અંગે તમામ વીડિયો ફૂટેજ રજૂ કરવાનું કહેતો નથી પરંતુ હુમલા અંગે કંઈક પુરાવો તો જરૂરી છે. સરકારે અને સેનાએ સાત ટેરર પેડને નિશાન બનાવી પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવાનો દાવો કર્યો છે. પરંતુ સંજય નિરૂપમે આ બાબત સરકાર અને સેનાને પારદર્શિતા બતાવવા પડકાર ફેંકાયો છે. દરમિયાન સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે કહ્યું છે કે સરકારે હુમલા અંગે પુરાવા રજૂ કરવા પડશે. કેજરીવાલે કહ્યું કે, તેમણે મોદીના કાર્યને બિરદાવ્યું છે. અમેરિકી અખબારોએ પણ મોદીના કાર્યક્રમને વખાણ્યું છે અને પાકિસ્તાન દ્વારા આવા હુમલા અંગે જુઠ્ઠા પ્રચારનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ સરકારે હવે આવા અહેવાલો અંગે પ્રતિભાવ આપી પુરાવા રજૂ કરવા જોઈએ. પાકિસ્તાને તેના પત્રકારોને સર્જીકલ હુમલા સ્થળે લઈ જઈ હુમલા અંગે સ્પષ્ટતા કરી તેને નકલી બતાવ્યો હતો. હુમલા સ્થળના ગામવાસીઓએ આવા હુમલાનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે ભારતે આવો કોઈ હુમલો કર્યો નથી.