આપણે નાનપણથી સાંભળતાં આવ્યા છીએ ‘વહેલા તે પહેલા’ અને ‘કલ કરે સો આજ કર, આજ કરે સો અબ’ પરંતુ સમયની સાથે પરિવર્તન થવું એ જગતનો નિયમ છેે અને આવી સદ્ઉપયોગી કહેવતોને તોડી મરોડીને આ કહેવતોેના અર્થ જ બદલી નાખે છેે અને તેનું હાર્દ છીનવાઈ જાય છે. જે પક્ષી વહેલું ઊઠે તેને જીવડાં ખાવા મળે જ્યારે કેટલાંક અવળચંડાઈભર્યા લોકોએ તેનાથી તદ્દન વિરૂદ્ધ કહ્યું છે કે જે કિડો વહેલો ઊઠે તેનું પહેલું ભક્ષણ થાય એટલે કેે આવી વિચારધારા ધરાવતા લોકો ખૂબ જ નિરાશાવાદી હોય છે. પ્રસ્તુત પ્રથમ તસવીરમાં પક્ષીની ચાંચમાં ફળ જોઈને આનંદ થાય છે તથા માછીમારોએ જાતમહેનતથી પકડેલી માછલીઓ અને આશાવાદી પક્ષીને પોતાના ભાગની આશા રાખ્યા વગર માછીમારોથી દૂર બેઠું છે તે જોઈને ચોક્કસપણે ખુશી થાય.
પ્રથમ તસવીરમાં યુક્રેઈનના મધ્ય લ્વીવ ખાતે ભર શિયાળામાં પક્ષી રસદાર ફળની લિજ્જત માણી રહેેલું દેખાય છે.
બીજી તસવીરમાં બાંગ્લાદેશના ઢાકા ખાતેે આવેલ બુરીગંગા નદીમાં વહેલી સવારે માછીમારો પોતે પકડેલી માછલીઓનું વર્ગીકરણ કરી રહ્યાં છે.
Recent Comments