નવી દિલ્હી,તા.૨૫
ચૂંટણી ઝુંબેશ દરમિયાન રાજકારણીઓના નિવેદનો ઘણી વખત હદ પાર કરતા હોય તો એનાં માટે ભારતીય સાયકાયટ્રિક સોસાયટી (આઈપીએસ)એ તેને નિયંત્રણમાં લાવવા માટે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ખાસ કરીને, ભાષણોમાં કોઈ એક નેતા કોઈ અન્ય નેતા અથવા વ્યક્તિ માટે ‘પાગલ’ અને ‘માનસિક’ જેવા શબ્દોના ઉપયોગ વિશે ફરિયાદ કરવામાં આવી છે. હવે ફરિયાદને ધ્યાનમાં લઈને EC નિર્ણય કરશે કે સામાન્ય ચૂંટણીઓમાં કોઈપણ પક્ષના નેતા અથવા ઉમેદવાર વિરોધીઓ માટે પાગલ અથવા નરમ શબ્દનો ઉપયોગ કરી શકશે કે નહીં. ઇન્ડિયન સાયકાયટ્રિક સોસાયટી (આઈપીએસ) દ્વારા ચૂંટણી પંચને પત્ર લખીને પક્ષના પ્રચારકો, નેતાઓ અથવા ઉમેદવારોને લોકસભાની ચૂંટણીમાં ‘પાગલ અથવા મૅંટલ’ શબ્દનો ઉપયોગ કરવાનું રોકવા માટે કહેવામાં આવ્યું છે.
ચૂંટણી પંચને લખેલા પત્રમાં ધ ઇન્ડિયન સાયકાયાટ્રિક સોસાયટીએ જણાવ્યું હતું કે પાગલ અથવા મૅંટલ શબ્દનો ઉપયોગ રાજકીય પક્ષના નેતાઓ અને ઉમેદવારો દ્વારા અન્ય પક્ષના નેતાઓ અને ઉમેદવારો માટે કરવામાં આવે છે તે યોગ્ય નથી. હવે નિર્ણય આવે એની રાહ છે.