(એજન્સી) જેરૂસલેમ, તા. ૧૯
કતારનો વિરોધ કરવામાં સઉદી અરેબિયાની આગેવાનીવાળા ગઠબંધનમાં જોડાનાર ઈજિપ્તે હવે કતારવાસીઓને વીઝા મુક્ત પ્રવેશનો ઈન્કાર કર્યો છે. આ પહેલા છેલ્લા કેટલાક વર્ષોથી ઈઝરાયેલ સીરિયામાં લશ્કરી નિશાન બનાવી રહ્યું છે. જેને આજની તારીખ સુધીમાં આતંકવાદી જૂથોને ઉત્તેજન આપવાના એક પ્રયાસ તરીકે ગણવામાં આવી રહ્યું છે. એપ્રિલ ૨૦૧૫માં ઈઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહુએ સત્તાવાર રીતે એવી જાહેરાત કરી હતી કે પહેલીવાર ઈઝરાયેલી લશ્કરે સીરિયા વિસ્તારમાં હવાઈ હુમલાઓ કર્યાં હતા. દમાસ્કસે એવું કહ્યું કે ઈઝરાયેલ અને તેના પશ્ચિમી અને ગઠબંધનના દળો તક્ફીરી આતંકવાદીઓને સહાય પહોંચાડી રહ્યાં છે અને તેમને પ્રોત્સાહન અને ઉત્તેજન આપી રહ્યા છે. તેને કારણે આ આતંકવાદીઓ ટકી રહ્યા છે અને ઈઝરાયેલ દ્વારા તેને રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. પેલેસ્ટીની માનવ અધિકાર કાર્યકરોની ઈઝરાયેલી ટ્રાયલ પર ૩૨ અમેરિકી કોંગ્રેસ સાંસદોએ ચિંતા વ્યક્ત કરી. ઈઝરાયેલી સત્તાવાળાઓ દ્વારા પેલેસ્ટીની નાગરિકોની ખોટી અને અયોગ્ય રીતે અટકાયત કરી રાખવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઈઝરાયેલ સીરિયામાં લશ્કરી નિશાન બનાવી રહ્યું છે. જેને આજની તારીખ સુધીમાં આતંકવાદી જૂથોને ઉત્તેજન આપવાના એક પ્રયાસ તરીકે ગણવામાં આવી રહ્યું છે. ઈજિપ્ત વિદેશમંત્રાલયના પ્રવક્તા અહેમદ અબુએ કહ્યું કે કતારના નાગરિકોને વીઝા આપવાનો કોઈ સવાલ જ ખડો થતો નથી. સઉદી અરેબિયાની આગેવાનીવાળા ગઠબંધનમાં અરેબિયા, બેહરીન, ઈજિપ્ત, સંયુક્ત આરબ અમિરાત જેવા દેશો સામેલ છે. આ બધા દેશોએ કતારનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને હવે ઇજિપ્ત પણ આ ગઠબંધન દળમાં સામેલ થઈને કતારવાસીઓને વીઝા મુક્ત પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો છે.