(એજન્સી) કૈરો,ર૬
ઇજિપ્ત આર્મીના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ સોમવારે સિનાઇ પેનિનસુલા ખાતે આવેલા સિક્યોરિટી ચેકપોઇન્ટ પર થયેલા એક કાર બોમ્બ વિસ્ફોટમાં બે યુવા બાળકો સહિત સાત નાગરિકોનાં મોત થયાના સમાચાર મળ્યા છે. આર્મીએ જણાવ્યું કે આ કાર નજીકના આરિશ શહેરમાંથી આવી હતી. જે ઉત્તર શિનાઇનું પાટનગર છે. આ કાર વડે સેનાની ટેન્કને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તદઉપરાંત જોકે કાર તેના પહેલા જ વિસ્ફોટ થઇ જતાં નજીકના નાગરિકો આ હુમલામાં સપડાઇ ગયા હતા. આર્મી દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયો મારફતે આ માહિતી મળી છે. જોકે અત્યાર સુધી કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. આ કારમાં ચાર ગનમેન પર હાજર હતા. તમને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સી સામેના બળવા બાદથી ઇજિપ્તમાં શાંતિભંગ થઈ હતી. લગભગ ર૦૧૩ના મધ્યાંતરથી તેમની સામે જોરદાર બળવો પોકારવામાં આવ્યો હતો.