ઈદોની ઈદ એટલે કે ઈદેમિલાદુન્નબી (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની આગામી બુધવારના રોજ આન, બાન અને શાનથી ઉજવણી કરવામાં આવશે. ઈદની ખુશીમાં પ્રથમ ચાંદથી જ મસ્જિદો, દરગાહો, સોસાયટીઓ, શેરી, મોહલ્લા, જાહેર રસ્તાઓ પર રોશનીનો  ઝગમગાટ, ઝંડીઓ, ધજા-પતાકા લગાડી સુશોભિત કરવામાં આવી રહ્યું છે. ઉકત તસવીર અહમદાબાદ શહેરની ઐતિહાસિક અને વિશ્વ પ્રસિદ્ધ આસ્ટોડિયા સ્થિત રાણીસીપ્રિની મસ્જિદ અને દરગાહની છે જે ઝગારા મારતી રોશનીથી ઝળહળી રહી છે.