(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’ દરમ્યાન ઈદની શુભેચ્છા પાઠવતા આશા કરી હતી કે આ તહેવારથી સમાજમાં ભાઈચારાને વધુ મજબૂતી મળશે. મોદીએ રેડિયો કાર્યક્રમના ૪૪માં માસિક સંસ્કરણ દરમ્યાન પોતાના સંબોધનમાં કહ્યું કે રમઝાનના સમગ્ર માસના ઉપવાસ બાદ ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે. મને આશા અને વિશ્વાસ છે કે દરેક વ્યક્તિ હર્ષોલ્લાસ સાથે ઈદનો તહેવાર ઉજવશે.
આ વર્ષે ઈદ ૧૪ જૂનના રોજ ઉજવાય તેવી સંભાવના છે. વડાપ્રધાને કહ્યું કે હવે પછીના કેટલાક દિવસો બાદ લોકો ચંદ્રની પ્રતિક્ષા કરશે જે ઈદના તહેવારની ઉજવણી શરૂઆતનું પ્રતિક છે. આ પ્રસંગે બાળકોને વિશેષરૂપે સારી ઈદી પણ મળશે. આશા કરૂં છું કે ઈદનો તહેવાર આપણા સમાજમાં સદ્‌્‌ભાવના બંધનને વધુ મજબૂતી આપશે, સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ.