આજકાલ સેલ્ફીનો ક્રેઝ વિશ્વભરમાં ચાલી રહ્યો છે ત્યારે આ ક્રેઝમાંથી મુસ્લિમો પણ ક્યાંથી બાકાત રહે ? એમાંયે ઈદ જેવો ખુશીનો પ્રસંગ હોય ત્યારે તો સેલ્ફી લેવાનો ઉત્સાહ બેવડાઈ જ જવાનો.
પ્રથમ તસવીર આપણા પાટનગર નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનની છે જ્યાં ઈદની નમાઝ બાદ સેલ્ફી લઈ રહેલું મુસ્લિમ બિરાદરોનું એક જૂથ દેખાય છે. જ્યારે બીજી તસવીરમાં મલેશિયાની કુઆલાલુમ્પુર ખાતે એક શખ્સ મસ્જિદની બહાર સેલ્ફી લઈ રહ્યો છે.