આજકાલ સેલ્ફીનો ક્રેઝ વિશ્વભરમાં ચાલી રહ્યો છે ત્યારે આ ક્રેઝમાંથી મુસ્લિમો પણ ક્યાંથી બાકાત રહે ? એમાંયે ઈદ જેવો ખુશીનો પ્રસંગ હોય ત્યારે તો સેલ્ફી લેવાનો ઉત્સાહ બેવડાઈ જ જવાનો.
પ્રથમ તસવીરમાં નાઈજીરિયાના લાગોસ ખાતે ઈદની નમાઝ પઢ્યા બાદ એક સદગૃહસ્થ પોતાના પરિવાર સાથે સેલ્ફી લઈ રહ્યા છે જ્યારે બીજી તસવીરમાં લાહોરની બાદશાહી મસ્જિદ ખાતે મુસ્લિમ બાનુઓ પરસ્પરને ઈદની મુબારકબાદી પાઠવી રહી છે.