પવિત્ર રમઝાન માસનો ત્રીજો અને આખરી અશ્રહ બુધવારથી શરૂ થઈ રહ્યો છે. હજી જાણે રમઝાન માસ શરૂ થયો છે ત્યાં જ પૂર્ણતાના આરે પહોંચવા લાગ્યો છે. મુસ્લિમ બિરાદરો હવે રમઝાન ઈદની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. મસ્જિદો, સોસાયટીઓ, ગલીઓ, બજારો રોશનીથી શણગારવાની શરૂઆત થઈ ચૂકી છે. જો અહમદાબાદ શહેરમાં લોકો માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહેતું હોય તો તે છે વિશ્વ વિખ્યાત ઐતિહાસિક લાલ દરવાજા સ્થિત સીદી સઈદની જાળી વાળી મસ્જિદ. આ મસ્જિદમાં અને આસપાસનો વિસ્તાર રોશનીથી એવો શણગારવામાં આવ્યો છે કે લોકો દૂર દૂરથી તેનો નયનરમ્ય નજારો માણવા મોડી રાત્રી સુધી ઉમટી પડે છે. આ વર્ષે પણ આ મસ્જિદની આસપાસ કરવામાં આવેલી રોશની લોકોનું મન મોહી લેશે તેમાં કોઈ શક નથી.
ઈદ-ઉલ-ફિત્રની તૈયારી : વિશ્વ વિખ્યાત ઐતિહાસિક સીદી સઈદની મસ્જિદમાં રોશનીનો નયનરમ્ય નજારો

Recent Comments