રાજ્યભરના મુસ્લિમ બિરાદરોએ બુધવારના રોજ ઈદ-ઉલ-અઝહાનો તહેવાર ભારે શાનો શૌકતથી મનાવ્યો. ઈદની વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો વિવિધ મસ્જિદોમાં ઈદની ખાસ નમાઝ અદા કરવા પહોંચી ગયા હતા. ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એક બીજાને ઈદની શુભેચ્છા પાઠવી પોતપોતાના  ઘર તરફ પ્રયાણ કરી ગયા હતા. ત્યાર બાદ જે લોકોને અલ્લાહ ત્આલાએ માલથી નવાજ્યા છે તેઓએ તેમની હેસિયત મુજબના  જાનવરોની કુરબાની આપી અલ્લાહની ખુશનુદી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. અહમદાબાદ શહેરમાં ઈદ નિમિત્તે તમામ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. પરંતુ શાહી મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવા  હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. પ્રસ્તુત તસવીરો અહમદાબાદ શહેરના સરખેજની ઐતિહાસિક સરખેજ રોજા મસ્જિદ તથા કાંકરિયા સ્થિત ઈદગાહમાં નમાઝ અદા કરી રહેલા મુસ્લિમ બિરાદરો દૃશ્યમાન થાય છે.