અમદાવાદ, તા. ૯
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલની જીતની ગુજરાતના રાજકારણમાં વધુ પડતી ચર્ચાઇ રહી છે. એનું મુખ્ય કારણ એ છે કે, ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે સત્તા, પૈસા અને તોડફોડ સહિતના તમામ કાવાદાવાઓ અને કૂટનીતિઓનો સહારો લઇને અહમદ પટેલને હરાવવાનો એક પણ પ્રયાસ બાકી રાખ્યો ન હતો. સૌથી મોટું કે, ભાજપે કોંગ્રેસના છ સભ્યોના રાજીનામા પડાવી લઇ તેમ જ બાકીના સાતને બળવાખોરી કરાવી એક તબક્કે અહમદ પટેલની હારને ચૂંટણીના પરિણામો પહેલા ગુંજતી કરી દીધી હતી પરંતુ ભાજપ અને અમિત શાહની આ તમામ રાજકીય કૂટનીતિઓનો પનો અહમદ પટેલને હરાવવા માટે ટૂંકો પડી ગયો હતો. સામ, દામ, દંડ અને ભેદની બધી નીતિના ઉપયોગ છતાં ભાજપ અહમદ પટેલને હરાવવામાં ખુદ હાંફી ગયુ પણ તોય અહમદ પટેલ ના હાર્યા. દેશભરમાં ભાજપે આ ચૂંટણી અને અહમદ પટેલને હરાવવાની જીદ જાણે અહંકારની લડાઇ બનાવી દીધી હતી પરંતુ આખરે ભાજપ મ્હાત થયું. અહમદ પટેલની જીત સામે ભાજપની જીત વામણી પુરવાર થઇ. અહમદ પટેલના વિજય સામે અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની જીત રીતસર ઝાંખી પડી ગઇ હતી. આ મુદ્દો ગતરાત્રીથી આજે દિવસભર સોશિયલ મીડિયામાં છવાયેલો રહ્યો હતો અને લોકો અવનવી કોમેન્ટ કરતા રહ્યા હતા.
‘એક બાપુએ ડૂબાડ્યા તો બીજા બાપુ તારણહાર બન્યા’ એમ જણાવી શંકરસિંહને આડે હાથ લઈ શક્તિસિંહને જીતનો સહેરો પહેરાવ્યો હતો.
• બાપુનું ધોતિયું ફાટી ગયું. કોંગ્રેસને હરાવાની વાતો કરતા બાપુ આજે નાક વગરના થઈ ગયા.
• ‘બનિયે કા દિમાગ ઔર મિયાંભાઈ કી ડેરિંગ’ એમ દર્શાવી અમિત શાહ અને અહમદ પટેલના ફોટા શેર કર્યા હતા.
• જ્યાં ઈવીએમ નથી ત્યાં કેટલી મહેનત કરવી પડે છે ભાજપને, જોયું ?
• અકેલે અહમદ પટેલ પૂરી કેબિનેટ કો સડક પર લે આયે અગર સભી કોંગ્રેસી નેતા એક જૂટ હો જાએ તો ભાજપા સડક કી જગહ નાલે મે પડી મીલેગી.
• એક બાપુએ અહમદ પટેલનો ખેલ બગાડ્યો તો બીજા બાપુએ સુધાર્યો
• એક મુખ્યમંત્રીને હરાવવા, એક મુખ્યમંત્રી, મંત્રીમંડળ, ૧૨૦ ધારાસભ્યો, રાજ્યના ભાજપના તમામ કાર્યકરો, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, વડાપ્રધાન અને રાજ્ય અને દેશનું સરકારી તંત્ર મથામણ કરતું હોય ત્યારે ખરેખર આ શખ્સને સલામ કરવાનું મન થાય.
• ‘અહમદ પટેલ કો ગીરાને કે લીએ ભાજપ કિતની ગીર ગઈ’ જેવી અનેક કોમેન્ટ્‌સ અને ફોટો સોશિયલ મીડિયામાં ફરતા કરી ભાજપની ઠેકડી ઉડાડી હતી.