અમદાવાદ, તા.૨૭
૩૧ ઓક્ટોબરનાં રોજ એકતા દિન હોવાને કારણે તે દિવસે જાહેર રજા હોય છે. આમ તો આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. પણ આ વખતે ૩૧ ઓક્ટોબરનાં રોજ શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે, ૩૧મી ઓક્ટોબરનાં રોજ આમ તો જાહેર રજા હોય છે પણ એકતા દિવસની ઉજવણી કરવા માટે શાળાઓ એક કલાકનાં સમય માટે ચાલુ રાખવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, આ પહેલાં ૨ ઓક્ટોબર ગાંધી જયંતીનાં દિવસે પણ એક ક્લાક માટે શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી અને આ દિવસને સ્વચ્છતા દિન તરીકે શાળાઓમાં ઉજવવામાં આવ્યો હતો.
૩૧ ઓક્ટોબરે ‘એકતા દિને’ શાળા ચાલુ રાખવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય

Recent Comments