(એજન્સી) તા.૧૧
રમઝાન મહિનામાં લોકસભા ચૂંટણી યોજવાના નિર્ણય સાથે ઉઠેલા વિરોધ વચ્ચે ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોઈપણ શુક્રવાર તેમજ તહેવારના દિવસે મતદાન રાખવામાં આવ્યું નથી. ચૂંટણી પંચે કહ્યું હતું કે, રમઝાન દરમિયાન એક મહિના સુધી ચૂંટણી પ્રક્રિયા રોકી દેવી શક્ય નથી. પંચે સ્પષ્ટતા કરી હતી કે, ચૂંટણીના સમયપત્રકમાં શુક્રવાર અને ઈદના મુખ્ય તહેવારનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ ધર્મગુરૂઓ ઉપરાંત આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ રમઝાન દરમિયાન ચૂંટણી યોજવાના ચૂંટણી પંચના નિર્ણય સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.