(એજન્સી) તા.૧૭
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાતંત્રદિન ઉદ્બોધન અને ત્રણ રાજ્યો-મ.પ્ર., રાજસ્થાન અને છત્તિસગઢમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે પુનઃ સત્તા કબજે કરવાની સારી એવી તક છે એવી એક ન્યૂઝ ચેનલની ઓપિનિયનપોલ જાહેર થવાના સંદર્ભમાં ભાજપ નેતાગિરીમાં સર્વોચ્ચ સ્તરે લોકસભા ચૂંટણી આ વર્ષે વહેલી કરીને ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી સાથે યોજવા અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે.
ભાજપના નવનિર્મિત વડા મથક ખાતે ટોચની નેતાગિરી દ્વારા આ ક્ષણે રાષ્ટ્રના મૂડનું ગહન વિશ્લેષણ કરવામાં આવી રહ્યુ છે અને એબીપી ન્યૂઝ તેમજ સી-વોટર દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણના તારણોને ધ્યાનમાં રાખીને આગામી ચાર મહિનામાં સંભવિત ફેરફાર અંગે વિચારણા થઇ રહી છે.ભાજપના પૂર્વ વડા મથક ૧૧ અશોક રોડ ખાતે કાર્યરત ભગવા પાર્ટીનો વોર રુમ રોજબરોજના ધારોણે તેમના મિડિયા વિશ્લેષણના પરીણામો નેતાગિરીને મોકલી રહી છે અને હવે સ્પષ્ટ થતુ જાય છે કે ભાજપ શાસિત ત્રણ રાજ્યોમાં મુખ્ય પ્રધાનો સહિત રાજ્યના નેતાઓ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયા છે અને તેથી આગામી મહત્વપૂર્ણ વિધાનસભા ચૂંંટણીમાં માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણીઓને સાકળીને ભાજપના ચહેરા તરીકે પોતાને રજૂ કરીને તારણહારની ભૂમિકા ભજવી શકે છે.
આ સર્વેક્ષણમાંથી બે મહત્વના તારણો બહાર આવ્યા છે.એક તો એ છે કે કોંગ્રેસ રાજસ્થાન અને છત્તિસગઢમાં સરળ વિજય હાસલ કરનાર છે અને બીજુ મ.પ્ર.માં પણ કોંગ્રેસ આંશિક વિજય પ્રાપ્ત કરવાની સ્થિતિમાં છે.પરંતુ બીજુ તારણ એ છે કે લોકો રાહુલ ગાંધી સામે હજુ પણ ઘણા વડાપ્રધાન પદ માટે મોદીનેે સમર્થન આપી રહ્યા છે અને લોકસભા ચૂંટણીમાં રાજકીય અંકગણિત કદાચ બતલાઇ જશે.
મ.પ્ર.માં જેમ કે જણાવાયુ છે કે કોંગ્રેસ ભાજપના ૪૦ ટકા સામે ૪૩ ટકા વોટ મેળવશે.બેઠકોની સંખ્યાના સંદર્ભમાં કોંગ્રેસ કુલ ૨૩૦ બેઠકોમાંથી ભાજપની ૧૦૬ બેઠકો સામે ૧૧૬ બેઠકો મેળવશે.જો કે આખરી નિર્ણય વડા પ્રધાન સ્વયં લેશે અને એવા નિર્દેશો મળી રહ્યા છે કે તેઓ ડિસેમ્બરમાં લોકસભા ચૂંટણી યોજવાનું પસંદ કરશે.
હવે ડિસેમ્બરમાં લોકસભા ચૂંટણી યોજાવાની મજબૂત શક્યતા

Recent Comments