ગોધરા, તા.રપ
પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ અને નિયંત્રણ ટીમ, ફલાઇંગ સ્વોડ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, ફરિયાદ નિવારણ કમિટિ, વિડીઓ સર્વેલન્સ ટીમ, વિડીઓ વ્યૂવિંગ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટિનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઝવેરીને ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે નિમણૂક કરવામાં આવેલ છે. સાથે વિધાનસભા મતવિભાગ દીઠ પાચ ટીમોની પણ રચના કરવામાં આવી છે.
ચૂંટણી જાહેર થયાની તારીખથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ ટીમ દ્વારા રોકડ રકમ અથવા પ્રતિબંધિત ચીજવસ્તુઓના વહન પર દેખરેખ રાખશે. આવી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવશે. વિધાનસભા મતવિભાગ દીઠ ત્રણ ટીમ મળી કુલ-૧૫ ટીમોની રચના કરવામાં આવી છે. સાથે સ્ટેટીક સર્વેલન્સ ટીમ પણ ચૂંટણી જાહેર થયાની તારીખથી તેમજ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ધોરીમાર્ગો તેમજ મુખ્ય રસ્તાઓ ઉપર રોકડ રકમ અથવા પ્રતિબંધિત ચીજવસ્તુઓના વહન પર દેખરેખ રાખશે તેમજ વાહનોની ચકાસણી કરશે. ચકાસણી દરમ્યાન ઉમેદવાર, તેમના એજન્ટ, પક્ષ માટે કામ કરનાર વાહનમાંથી રૂા. ૫૦,૦૦૦/- સુધીની રકમ અથવા પોસ્ટર, ચૂંટણી સાહિત્ય રૂા. ૧૦,૦૦૦/-થી વધુની કિંમતની ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવશે, તેમજ આખી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરશે. જેનો અહેવાલ ચૂંટણી અધિકારી અને પોલીસ અધિક્ષકને રજૂ કરશે. વિધાનસભા મતવિભાગ દીઠ ત્રણ ટીમ મળી કુલ-૧૫ ટીમોની રચના કરવામાં આવી છે.
ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારો તરફથી કરવામાં આવતી જાહેરાત/સમાચાર રાજકીય પક્ષો/સંબંધિત ઉમેદવારના તરફેણમાં અથવા વિરોધમાં હોય છે. જેનો ચૂંટણીમાં સીધો લાભ સંબંધિત પક્ષ/ઉમેદવારને થાય છે. આ સંજોગોમાં આવી જાહેરાત/સમાચાર કે જેને “”ઁટ્ઠૈઙ્ઘ દ્ગીુજ” તરીકે ગણી તેનો ખર્ચ જેતે પક્ષ/ઉમેદવારના ખર્ચમાં સામેલ કરવાનો હોય છે. જે માટે મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમીટી (સ્ઝ્રસ્ઝ્ર)ની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં જિલ્લાના નાયબ માહિતી નિયામક, આસિસ્ટન્ટ કલેક્ટર ગોધરા પ્રાંત, પ્રોગ્રામ હેડ, ઓલ ઇન્ડિયા રેડિયો ગોધરા, તથા જિલ્લા એક્રેડીએટ પત્રકારનો સમાવેશ કરવામાં આવ્યો છે.