(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.ર૩
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પૈકી ૧ર જેટલા ઉમેદવારો કરોડપતિ હોવાની જાહેરાત તેમના ચૂંટણી ફોર્મમાં કરી છે. ભરૂચ જિલ્લાની વિધાનસભા બેઠકો ઉપર કુલ ૧ર૭ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. ભરૂચમાં સૌથી ધનિક ઉમેદવાર એ વાગરા વિધાનસભા બેઠકના ભાજપાના ઉમેદવાર અરૂણસિંહ રણા છે જેમણે રૂા.૧૩ કરોડ ૮૭ લાખની મિલકત જાહેર કરી છે. વાગરાના જ કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલે જાહેર કરેલી મિલકતમાં રૂપિયા બે કરોડ ૯પ લાખ હોવાની જાહેરાત કરી છે.
જયારે ભરૂચ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર જયેશભાઈ પટેલે રૂા.પ કરોડ ૮પ લાખની મિલકત જાહેર કરી છે. જયારે ભાજપાના ઉમેદવાર એવા દુષ્યંતભાઈ પટેલએ પોતાની મિલકત રૂા.૩ કરોડ પ૬ લાખ હોવાની જાહેરાત કરી છે જયારે જંબુસર વિધાનસભા બેઠકના ભાજપાના ઉમેદવાર છત્રસિંહ મોરીએ તેમની પાસે રૂા. એક કરોડ ૬૧ લાખની મિલકત હોવાની જાહેરાત કરી છે જયારે કોગ્રેસ પાર્ટીના ઉમેદવાર એવા સંજયસિંહ સોલંકીએ પોતાની પાસે રૂા. ર કરોડ ૩પ લાખ હોવાની જાહેરાત કરી છે. જયારે અપક્ષ ઉમેદવાર ખુમાનસિંહ વાંસિયાએ જાહેર કરેલી મિલકતમાં રૂા.ર કરોડ ૪૪ લાખ હોવાનું જણાવ્યું હતું. જંબુસરના જ એન.સી.પી.ના ઉમેદવાર મહેશ સોલંકી એ રૂા.૭ કરોડ ૪પ લાખની મિલકત જાહેર કરી છે.
જયારે અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર ભાજપાના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ એ પોતાની મિલકત રૂા.બે કરોડ ૮૭ લાખ હોવાનું જાહેર કર્યું છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર અનિલભાઈ ભગત એ જાહેર કરેલી મિલકતમાં રૂા.૧ર કરોડ ૮૪ લાખ હોવાની જાહેરાત કરી છે.
જયારે ઝઘડિયા વિધાનસભા બેઠક પરના બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવાએ રૂા.ર કરોડ રપ લાખની જાહેરાત કરી છે. જયારે ભાજપાના ઉમેદવાર રવજીભાઈ વસવાા કે જેઓ પાસે રૂા.૭ કરોડ ૮૯ લાખની મિલકત હોવાની જાહેરાત કરી છે જયારે ભરૂચના પાછલી ટર્મના ચાર ધારાસભ્યની મિલકતમાં વધારો થયો છે. જેમાં અરૂણસિંહ રણા, દુષ્યંતભાઈ પટેલ, છત્રસિંહ મોરી અને છોટુભાઈ વસાવાની મિલકતમાં પાંચ વર્ષમાં વધારો જોવા મળ્યો છે.