(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
કેન્દ્ર સરકારે અનાવશ્યક આયાતો ડામવા માટે લક્ઝરી કે પસંદગીની વસ્તુઓ પર બેઝિક કસ્ટમ્સ ડ્યુટી વધારવા અને કરન્ટ એકાઉન્ટની ખાધ ઘટાડવાની બુધવારે જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ૧૯ લક્ઝરી વસ્તુઓ પર કસ્ટમ્સ ડ્યુટી વધારી દીધી છે. એટલે હવે વિદેશથી આયાત કરવામાં આવતી વસ્તુઓ મોંઘા થઇ જશે. કેન્દ્ર સરકારનું આ પગલું એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) અને ટીવી, રેફ્રિજરેટર, એર કન્ડીશનર અને સ્પીકર્સ જેવી ૧૯ વસ્તુઓને લાગુ થશે. કસ્ટમ્સ ડ્યુટીમાં વધારો મધ્ય રાત્રિથી અમલી બની ગયો હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. ૨૦૧૭-૧૮ના વર્ષમાં લક્‌ઝરી વસ્તુઓની આશરે ૮૬,૦૦૦ કરોડની આયાત કરવામાં આવી હોવાની નાણા મંત્રાલયે નોંધ કરી હતી. એસી, રેફ્રિજરેટર્સ અને ૧૦ કિલોગ્રામથી ઓછાની વોશિંગ મશીન પરની કસ્ટમ્સ ડ્યુટી ૧૦ ટકાથી વધીને હવે ૨૦ ટકા થઇ જશે. મોંઘી થનારી વસ્તુઓમાં રેડિયલ કાર ટાયર્સ, સૂટકેસ અને ટ્રાવેલ બેગ્સનો સમાવેશ થાય છે. એટલું જ નહીં શાવર બાથ, સિંક, ટેબલવેર અને પલાસ્ટિકની બનેલા કિચન વેર જેવી ઘરવપરાશની વસ્તુઓ પણ મોંઘી થઇ જશે.
કઈ-કઈ વસ્તુઓની કસ્ટમ ડ્યુટી વધારાઈ
વસ્તુઓ પહેલા કેટલી કસ્ટમ ડ્યુટી હવે કેટલી કસ્ટમ ડ્યુટી
એર કંડિશનર ૧૦ ટકા ર૦ ટકા
ફ્રીઝ ૧૦ ટકા ર૦ ટકા
વોશિંગ મશીન ૧૦ ટકા ર૦ ટકા
(૧૦ કિલોગ્રામથી ઓછું)
એર કંડિશનર અને ૭.પ ટકા ૧૦ ટકા
ફ્રીઝના કંપ્રેશર
સ્પીકર ૧૦ ટકા ૧પ ટકા
ફૂટવેર ર૦ ટકા રપ ટકા
કાર ટાયર ૧૦ ટકા ૧પ ટકા
નોન ઈન્ડસ્ટ્રીયલ ડાયમંડ પ ટકા ૭.પ ટકા
કટ અને પોલિશ ડાયમંડ
હાફ કટ તૂટેલા ડાયમંડ પ ટકા ૭.પ ટકા
સેમી પ્રોસેસ્ડ
લેબ ગ્રોન ડાયમંડ પ ટકા ૭.પ ટકા
જ્વેલરી, જ્વેલરીના ભાગ ૧પ ટકા ર૦ ટકા
પ્લાસ્ટિકના બાથ ૧૦ ટકા ૧પ ટકા
શાવર બાથ, સિંક
વોશ બેસિન વગેરે
પ્લાસ્ટિકના કન્ટેનર, ૧૦ ટકા ૧પ ટકા
બોક્સ, બોટલો ૧૦ ટકા ૧પ ટકા
પ્લાસ્ટિકની બંગડીઓ,
મણકા, ઓફિસની
પ્લાસ્ટિક સ્ટેશનરી, ૧૦ ટકા ૧પ ટકા
મૂર્તિઓ, ફર્નિચરની
ફિટિંગ, સજાવટની વસ્તુઓ
પ્લાસ્ટિકનું કિચન ૧૦ ટકા ૧પ ટકા
અને ઘરેલું સામાન
બોક્ષ, શૂટકેસ, એક્ઝિક્યુટિવ
કેસ, બ્રીફકેસ, ટ્રાવેલ બેગ ૧૦ ટકા ૧પ ટકા
અને બીજા બેગો
એવિએશન ટર્બાઈનફ્યુસ ૦ પાંચ ટકા