લંડન, તા.૪
બ્રિટનમાં છેલ્લાં એક વર્ષથી ચાલી રહેલા બ્રેક્ઝિટ વિવાદના કારણે હવે શાહી પરિવાર મુશ્કેલીમાં મુકાય સ્થિતિ સર્જાઇ છે. રિપોર્ટ અનુસાર, બ્રિટિશ અધિકારીઓએ કોલ્ડ વૉર ઇમરજન્સી પ્લાન અનુસરીને રોયલ ફેમિલીને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી મહિનામાં બ્રેક્ઝિટ વિવાદ મુદ્દે લંડનમાં રમખાણો થવાનો ભય છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, બ્રિટન આગામી માર્ચ મહિનામાં યુરોપિયન યુનિયનથી અલગ થશે. આ નિર્ણયના વિરોધમાં ઠેરઠેર રમખાણો થવાની શક્યતાઓ છે.
મીડિયા રિપોટ્ર્સમાં એડમિનિસ્ટ્રેશન મુદ્દાને સંભાળતા એક મંત્રીના જણાવ્યા અનુસાર, શાહી પરિવારને સુરક્ષિત સ્થળે મોકલવાનો નિર્ણય નો-ડીલ બ્રેક્ઝિટનાં કારણે તણાવપૂર્ણ સ્થિતિને જોઇને લેવામાં આવ્યો છે. અન્ય એક ન્યૂઝપેપરે કહ્યું કે, શાહી પરિવાર અને ક્વીન એલિઝાબેથનને લંડનથી બહાર કોઇ સુરક્ષિત સ્થળ પર મોકલવાની તૈયારી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, યુરોપિયન યુનિયથી બ્રિટનના અલગ થવાની પ્રક્રિયા બ્રેક્ઝિટ કરારને લઇને અવઢવની સ્થિતિ છે. ઈયુથી અલગ થવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે અને બ્રેક્ઝિટ ડીલ પર બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેની સરકાર અને વિપક્ષ દળોની વચ્ચે કોઇ સહમતિ નથી બની રહી. આ જ કારણોસર સરકારે ગુરૂવારે સાંસદોને ફેબ્રુઆરીનું વેકેશન રદ કરવાની જાહેરાત કરી દીધી છે.
બ્રેક્ઝિટ વિવાદના કારણે રમખાણો થવાનો ભય, રોયલ ફેમિલી માટે ઇમરજન્સી પ્લાન તૈયાર

Recent Comments