(એજન્સી) લોસ એંજલિસ, તા.૧૮
અદાકારી માટે એમી એવોર્ડ મેળવનાર બ્રિટિશ પાકિસ્તાની અદાકાર રિઝ અહમદ પહેલા મુસ્લિમ અદાકાર છે એ સાથે સમગ્ર એશિયામાં પ્રથમ પુરુષ છે. જેમણે આ એવોર્ડ મેળવ્યો છે. એમણે પોતાના વકતવ્યમાં વ્યવસ્થિત રીતે બધી જ કોમોને સમાવિષ્ઠ કરવા ઉપર ભાર આપ્યો હતો. ૬૯મા એમી એવોર્ડમાં રિઝને નાઈટ ઓફ લિમિટેડ સીરિઝમાં ઉત્તમ અભિનય બદલ એવોર્ડ મળ્યું છે. આ સીરિઝમાં એમણે પાકિસ્તાન ટેક્ષી ચાલકના પુત્રની ભૂમિકા ભજવી છે જેને પછીથી શંકાસ્પદ ખૂની તરીકે જોવામાં આવે છે. અહમદ બીજા એશિયન અદાકાર છે જેમણે એવોર્ડ મેળવ્યો છે આ પહેલા ‘ગુડ વાઈફ’માં અભિનય કરનાર આર્ચી પંજાબીને ર૦૧૦માં સહઅભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. એમણે પોતાના સંબોધનમાં કહ્યું કે મોટે ભાગે એની વાર્તાઓને એવોર્ડ મળે છે. જે દુનિયામાં ફેલાયેલ યાતનાઓને દર્શાવે છે. પણ જો આ શો એ પણ આપણા સમાજમાં ફેલાયેલ પૂર્વગ્રહો જેમ કે ઈસ્લામોફોબિયા ન્યાયિક સિસ્ટમમાં થઈ રહેલ અન્યાય ઉપર પ્રકાશ ફેંક્યો હોત તો કંઈ વધુ વિશેષ બન્યું હોત. મને ખબર નથી કે કોઈ વ્યક્તિની જીતથી કંઈ ફેર પડશે પણ આ ફેરફાર ધીમેધીમે જ થાય છે.