લંડન, તા.૧૮
આઈપીએલ સીઝનનો અડધો ભાગ પૂરો થઈ ગયો છે. મોટાભાગની ટીમોએ પોત પોતાના અડધાથી વધારે મેચ રમી ચૂક છે. હવે ટીમ પ્લેઓફમાં જવા માટે વધારે મેહનત કરી રહી છે. પરંતુ કેટલીક ટીમોને હવે મોટો ઝાટકો લાગવાનો છે. કારણ કે વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ તમામ ખેલાડીઓને ૨૬ એપ્રિલ સુધી આઈપીએલ છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે.
વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડે ટીમની જાહેરાત કરી દીધી. આ ટીમમાં આપીએલ રમી રહેલ ઘણાં ખેલાડીઓના નામ સામેલ છે. માટે ઇંગ્લેન્ડ બોર્ડે પોતાના તમામ આઈપીએલમાં ભાગ લઈ રહ્યા પોતાના તમામ ખેલાડીઓને ૨૬ એપ્રિલ સુધીમાં પરત બોલાવી લીધા છે. વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન અને આયરલેન્ડ વિરૂદ્ધ સીરીઝ પણ રમવાની છે.
ઇંગ્લેન્ડના આ નિર્ણયની સૌથી મોટી અસર રાજસ્થાન રોયલ્સને પડશે. રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર જોસ બટલર, ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર ૨૬ એપ્રિલે પરત ફરશે. ઉપરાંત સનરાઈઝર્સ હૈદ્રાબાદ માટે ઓપનિંગ કરી રહેલ જોની બેરેસ્ટો પણ વતન પરત ફરશે. આ ટીમ ઉપરાંત રોયલ જેલેન્જર્સ બેંગલોરના મોઈલ અલી, ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી સેમ બિલિંગ્સ પણ ઇંગ્લેન્ડ પરત ફરશે. કોલકાતા માટે રમી રહેલ જો ડેનલી પણ વતન પરત ફરશે.