લંડન, તા.ર૮
ઈંગ્લેન્ડે વરસાદના વિધ્નવાળી ચોથી વન-ડેમાં વેસ્ટઈન્ડિઝને ડકવર્થ લુઈસ પધ્ધતિથી ૬ રને હરાવી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. મોઈનઅલીએ રપ બોલમાં ૪૮ રનની ઈનિંગ રમી. તેણે અને બટલરે ૪૮ બોલમાં ૭૭ રનની ભાગીદારી કરી. જેના કારણે ઈગ્લેન્ડે ઓવલમાં વરસાદ આવવા અને રમત સમાપ્ત થતાં પહેલા જરૂરી રનરેટને ઘણો પાછળ પાડી દીધો. ઈંગ્લેન્ડે અલી અને બટલરની મદદથી ૩પ.૧ ઓવરમાં પાંચ વિકેટે રપ૮ રન બનાવ્યા. વેસ્ટઈન્ડિઝે પ્રથમ બેટીંગ કરતાં નિર્ધારીત પ૦ ઓવરમાં પાંચ વિકેટે ૩પ૬ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે ડકવર્થ લુઈસ પધ્ધતિથી ૬ રને વિજય મેળવ્યો. બટલરે ૩પ બોલમાં અણનમ ૪૩ રનની ઈનિંગ રમી. ઈંગ્લેન્ડ સીરીઝમાં ૩-૦થી આગળ થઈ ગયું. વેસ્ટઈન્ડિઝે પોતાના શાનદાર બેટિંગ પ્રદર્શન છતાં સિરીઝ ગુમાવી બેઠું. તેના માટે ઓપનર લુઈસે ૧૩૦ બોલમાં ૧૭૬ રનની શાનદાર ઈનિંગ રમી. હોલ્ડરે પણ ૬ર બોલમાં ૭૭ રનની ઈનિંગ રમી. લુઈસ ઈજાગ્રસ્ત થતાં તેને સ્ટ્રેચરમાં મેદાનની બહાર લઈ જવાયો.