Sports

ઇંગ્લેન્ડ સામે પાંચ ક્રિકેટ ટેસ્ટ મેચોની શ્રેણીને લઇ ઉત્સુકતા

લંડન, તા. ૬
ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમનાર છે. આની જાહેરાત કરવામાં આવ્યા બાદથી ક્રિકેટ ચાહકોમાં ભારે રોમાંચ છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમને લઇને સંતોષની લાગણી વ્યક્ત કરી છે. જુલાઈ મહિનાથી આ પ્રવાસની શરૂઆત થશે. સૌથી પહેલા ટ્‌વેન્ટી મેચો ત્યારબાદ વનડે મેચો અને ત્યારબાદ પાંચ ટેસ્ટ મેચો રમાશે. આ શ્રેણીમાં કુલ ૩ ટ્‌વેન્ટી મેચ, ૩ વનડે મેચો અને પાંચ ટેસ્ટ મેચો રમાશે. ખુબ લાંબી શ્રેણી રમાશે. પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ સાથે મેચો પણ આ ગાળા દરમિયાન ઇંગ્લેન્ડની ટીમ રમનાર છે. આંતરરાષ્ટ્રીય મેચો અને ખાસ કરીને ટેસ્ટ મેચો પાંચ રમાનાર છે જેથી ટેસ્ટ ક્રિકેટના રશિયાઓને મજા પડી જશે. ૧૯૫૯ બાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં બીજી વખત પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમનાર છે. ભારતે છેલ્લે ૨૦૧૪માં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ઇંગ્લેન્ડમાં રમી હતી.

૨૦૧૮ ઇંગ્લેન્ડ કાર્યક્રમ

ત્રીજી જુલાઈ : પ્રથમ ટ્‌વેન્ટી (ઓલ્ડ ટ્રેફર્ડ)
છઠ્ઠી જુલાઈ : બીજી ટ્‌વેન્ટી (સોફિયા)
૮મી જુલાઈ : ત્રીજી ટ્‌વેન્ટી (કન્ટ્રીગ્રાઉન્ડ)
૧૨મી જુલાઈ : પ્રથમ વનડે (ટેન્ટબ્રિજ)
૧૪મી જુલાઈ : બીજી વનડે (લોડ્‌ઝ)
૧૭મી જુલાઈ : ત્રીજી વનડે (હેડિંગ્લે)
૧-૫મી ઓગસ્ટ : પ્રથમ ટેસ્ટ (એજબેસ્ટન)
૯-૧૩મી ઓગસ્ટ : બીજી ટેસ્ટ (લોડ્‌ઝ)
૧૮-૨૨મી ઓગસ્ટ : ત્રીજી ટેસ્ટ (ટેન્ટબ્રિજ)
૩૦-૩જી સપ્ટેમ્બર : ચોથી ટેસ્ટ (રોસબોવલ)
૭-૧૧ સપ્ટેમ્બર : પાંચમી ટેસ્ટ (ઓવલ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    આયુષ-અરશદ ખાને ઈતિહાસ રચ્યોઆઈપીએલ ઈતિહાસમાં આઠમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી

    નવી દિલ્હી, તા.૧૩લખનૌ સુપર જાયન્ટસના…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.