(એજન્સી) નવી દિલ્હી, તા.૩
એન્ટીગુઆએ દાવો કર્યો છે કે, કેરેબિયન દેશોએ ર૦૧૭માં મેહુલ ચોક્સીને નાગરિકતા આપતા પહેલા તેની પૃષ્ઠભૂમિની ચકાસણી કરી હતી. ત્યારે ભારતીય એજન્સીઓએ જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સી સામે કોઈ કેસ નથી. ભાગેડુ અરબપતિ મેહુલ ચોક્સીને સેબીએ પણ ક્લિનચીટ આપી હતી, પરંતુ સેબીએ ઈન્કાર કર્યો છે કે, આવો કોઈ પ્રસ્તાવ આવ્યો ન હતો. એન્ટીગુઆના અખબાર ડેઈલી ઓબ્ઝર્વરે સિટીઝનશીપ બાદ ઈન્વેસ્ટમેન્ટ યુનિટ ઓફ એન્ટીગુઆ એન્ડ બારબુડાના એક નિવેદન બાદ જણાવ્યું કે, મે ર૦૧૭માં એન્ટીગુઆમાં નાગરિકતા માટે મેહુલ ચોક્સીના આવેદન બાદ સ્થાનિક પોલીસે પણ મંજૂરી આપી હતી. ચોક્સી પંજાબ નેશનલ બેંકમાં બે અબજ ડોલરના ગોટાળાના કથિત માસ્ટરમાઈન્ડમાંનો એક છે અને તે ભાગેડુ નીરવ મોદીના સંબંધીઓમાંનો એક છે. ભારત સરકારના વિદેશમંત્રાલયના ક્ષેત્રિય પાસપોર્ટ કાર્યાલય મુંબઈથી મળેલ પોલીસ મંજૂરી પ્રમાણપત્ર અનુસાર મેહુલ ચીનુભાઈ ચોક્સી સામે કોઈ કેસ નથી કે તેમને એન્ટીગુઆ-બારબુડાની વીઝા યાત્રા માટે અયોગ્ય ઠહેરાવાય. તેમાં કહેવાયું છે કે, ટાપુ દેશોના અધિકારીઓએ ઈન્ટરપોલ સહિત વૈશ્વિક એજન્સીઓ સાથે ચોક્સી અંગે વ્યાપક છાનબીન કરી હતી. પરંતુ કોઈ આપત્તિજનક કેસ ન હતો. ખબર મુજબ એન્ટીગુઆ તંત્રએ ર૦૧૪ અને ર૦૧૭માં ચોક્સીની કંપનીઓ સામે સેબીની કાર્યવાહીના બે કેસો અંગે જાણકારી મળી હતી. તેથી જાણકારી માંગી હતી. સેબીએ જવાબમાં કહ્યું હતું કે, કેસ બંધ કરી દેવાયો છે. બીજા કેસોના પૂરતા પુરાવા નથી. જો કે સેબીએ રદિયો આપ્યો છે. સેબીને આ બાબતે કોઈ જાણકારી મળી નથી. એન્ટીગુઆના મીડિયા રિપોર્ટ મુજબ ચોક્સીને નાગરિકતા આપતી સમયે જો કોઈ કેસ હોત તો ઈન્ટરપોલ જાણકારી આપતું. તેમજ ગુનાના રેકોર્ડમાં પણ હોય છે. ચોક્સી આ વર્ષે ૪ જાન્યુઆરીના રોજ ભારતથી ભાગી જઈ એન્ટીગુઆમાં શરણ લીધી હતી. ર૦૧૭માં એન્ટીગુઆની નાગરિકતા મળી હતી.