(એજન્સી) તા.ર૦
યુરોપિયન યુનિયન (ઈયુ) દ્વારા સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદના શાસનના સાત મંત્રીઓ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ પ્રતિબંધોનો નવીનતમ રાઉન્ડ છે જેને બ્લોક ર૮૦ વેપારો, વ્યક્તિઓ અને શાસન સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ પર લાદ્યા છે. આ પ્રતિબંધોમાં મુસાફરી પર રોક અને સંપત્તિ સીલ સામેલ છે. આ પ્રતિબંધો નાગરિક વસ્તી પર સીરિયન શાસનના હિંસક દમન માટેની જવાબદારીના કારણે સીરિયન મંત્રીઓ પર લાદવામાં આવ્યા છે. સીરિયન સરકાર પર ઈયુના પ્રતિબંધો ર૦૧૧માં શરૂ થયા હતા. જ્યારે સુરક્ષા દળોએ નિઃશસ્ત્ર લોકશાહી-તરફી વિરોધ પ્રદર્શનકારીઓ પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. આ પ્રતિબંધોમાં તેલની આયાત પર પ્રતિબંધ પણ સામેલ છે. મે મહિનામાં ઈયુએ જાહેરાત કરી હતી કે કોરોના વાયરસ રોગચાળો ફેલાવા છતાં તે અસદ શાસન અને તેના સહયોગી દેશો વિરૂદ્ધ તેના પ્રતિબંધોનું નવીનીકરણ કરશે.