(સંવાદદાતા દ્વારા)
ભાવનગર, તા.૧૯
આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે વહીવટીતંત્ર તડામાર તૈયારીમાં પડી ગયું છે. તે જ રીતે મુખ્ય રાજકીયપક્ષો પણ ચૂંટણી લડી લેવા માટે છેલ્લા એકાદ વર્ષથી તૈયારીઓ પડી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા બેંગ્લોરથી ભાવનગર આવેલા બેલ કંપનીના ઈવીએમ મશીન ર૯૦૦ બીયુ બેલેટ યુનિટ અને ર૪૭૦ સીયુ કન્ટ્રોલ યુનિટ આજરોજ શુક્રવારે ભાવનગર ખાતે બે ટ્રક ભરીને લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત ૮મી ઓક્ટોબરના રોજ ભાવનગરથી કલેક્ટર કચેરીના અધિકારીઓ અને હથિયારધારી પોલીસ કર્મચારીઓના પ્રોટેક્શન સાથે ભાવનગરથી રવાના થયા હતા. જ્યારે આજે બેંગ્લોરથી ઈવીએમ મશીન લાવવામાં આવતા મુખ્ય રાજકીયપક્ષો ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં આજે તમામ ઈવીએમ મશીનની ચકાસણી કરવામાં આવી હતી.