(એજન્સી) સારણ, તા.૭
સારણ મતવિસ્તારમાં ઈવીએમ તોડનાર મતદારે કહ્યું છે કે, મશીન પર યોગ્ય રીતે મતદાન કરી શકાતું ન હોવાથી ગુસ્સામાં આવી ઈવીએમ તોડ્યું હતું. વોટીંગ કરવા ગયો ત્યારે ઈવીએમ મશીનનું બટન દબાવ્યા છતાં કોઈ અવાજ ન આવ્યો. જેથી મશીન ફેકી દઈ ગુસ્સો ઉતાર્યો. યુવકે કહ્યું કે, એક મહિના પહેલાં તેઓ ચૂંટણી પંચને પત્ર લખી ઈવીએમના સ્થાને બેલેટ પેપર દાખલ કરવાની માગણી કરી હતી, પરંતુ તેના તરફ કોઈ ધ્યાન અપાયું નહી. સારણ મત વિભાગના સોનપુર બુથ પર મતદાન કરવા પહોંચેલા યુવકે ઈવીએમ તોડી નાખ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. ઘટના બાદ અડધો કલાક સુધી મતદાન ખોરવાયું હતું. આરોપીનું નામ રંજીત હાઝરા છે.