(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨
એસ.ટી. નિગમ દ્વારા મુસાફરોની સગવડતા માટે દિવાળી તહેવાર, અન્ય તહેવાર, મેળાવડા તથા તમામ પ્રકારના એકસ્ટ્રા સંચાલન કરવામાં આવે છે. જે દરમ્યાન એક તરફી મુસાફરો રહેવા પામતા હોવાથી નિગમને પોષણક્ષમ આવક મળવા પામતી ન હોવાથી સુરત દિવાળી એક્સ્ટ્રા સંચાલનમાં મુસાફરો પાસેથી ૧.૩૫ ટકા અને ૧.૬૫ ટકા મુજબ ભાડુ વસૂલ કરવામાં આવતું હતું.
જે બાબતે સુરત હીરા એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી તથા મંત્રી, વાહન વ્યવહારને સુરત એકસ્ટ્રા સંચાલનમાં ૧.૩૫ ટકા અને ૧૩.૬૫ટકા ભાડુ વસૂલ કરવામાં આવે છે તેની જગયાએ ઘટાડો કરવા રજૂઆત કરવામાં આવેલ જે બાબતે સરકારમાં પૂરી પાડેલ વિગતો અને વાહન વ્યવહાર મંત્રી તથા ઉપા.અને વહી. સંચા, દ્વારા થયેલ પુખ્ત ચર્ચા બાદ લેવાયલ નિર્ણયાનુસાર એકસ્ટ્રા સંચાલનમાં એક તરફી મુસાફરો મળતા હોય જેથી નિગમની ખોટમાં વધારો ન થાય તે ધ્યાને લઈ તથા ભાડા બાબતે એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી નિગમ દ્વારા મુસાફરો પાસેથી લેવામાં આવતા ૧.૩૫ ટકા ભાડા બાબતે એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી નિગમ દ્વારા મુસાફરો પાસેથી લેવામાં આવતા ૧.૩૫ ટકા અને ૧.૬૫ ટકા ભાડામાં ઘટાડો કરી હવે પછી જ્યારે એકસ્ટ્રા સંચાલન કરવામાં આવે ત્યારે ભાડા ઉપરાંત ૦.૨૫ ટકા એટલે કે ૧.૨૫ ટકા મુજબ મુસાફર પાસેથી ભાડુ વસૂલ કરવાનો અત્રેથી નિર્ણય લેવામાં આવેલ છે જેની અમલવારી તમામ વિભાગીય નિયામકોએ તાત્કાલિક અને ચોકસાઈ પૂર્વક કરવા જણાવવામાં આવે છે. દાં.ત. અમદાવાદથી સુરતનું ભાડુ રૂ.૧૦૦ થાય છે તે તોનું ભાડુ રૂ.૧૨૫ વસૂલ કરવાનું રહેશે.
જ્યારે પણ તમામ પ્રકારના ફક્ત એકસ્ટ્રા સંચાલન કરવામાં આવે ત્યારે એડવાન્સ બુકિંગ તથા ગ્રુપ બુકિંગમાં પણ ઉપર મુજબ ભાડા ઉપરાંત ૦.૨૫ ટકા એટલે કે ૧.૨૫ ટકા ભાડુ વસૂલ કરવાનું રહેશે.