મુંબઈ,તા.રર
ફેમેલિ કોર્ટે એક કેસની સુનાવણીમાં અવલોકન કરતા જણાવ્યું કે દાદા-દાદી બાળકો સાચવવાની જવાબદારી ઉઠાવવા બંધાયેલા નથી. એ એમની ફરજનો ભાગ નથી એ કોઈ બેબી-સીટર નથી.
ફેમિલી કોર્ટે માતા-પિતાઓને જણાવ્યું કે તમે આ પ્રકારનો પૂર્વગ્રહ નહી રાખો કે દાદા-દાદી તમારા બાળકો માટે બેસી સીટરનો કાર્ય કરશે બાળકો સાચવવાની પ્રથમ ફરજ તમારી છે. દાદા-દાદીની નહીં. દાદા-દાદી મદદ કરી શકે. સલાહ આપી શકે, જેથી બાળકનો ઉછેર યોગ્ય રીતે થાય. પણ બાળકોની જવાબદારી એમના માટે બોજો નહીં બનવી જોઈએ. જે બોજાને વહન કરવા માટે એમણે પોતાની નિવૃત વય સાથે સમાધાનો કરવા પડે. એમણે પ્રવાસમાં અથવા અન્ય પ્રસંગે જવું હોય તો એ બંધન સ્વીકારી નહીં શકે.
કોર્ટ એક મહિલા દ્વારા દાખલ થયેલ અરજીની સુનાવણી કરી રહી હતી. એમણે જણાવ્યું હતું કે મારા પતિ ખર્ચ આપતા નથી. જેથી મારે નોકરી કરવી પડે છે નોકરી દરમ્યાન મારા સાસુ-સસરા બાળકને સાચવતા નથી જેથી મારે બાળકને બેબી-સીટરમાં મૂકી ખર્ચ કરવો પડે છે.
કોર્ટે જવાબ આપ્યો કે આ પ્રકારની જવાબદારી દાદા-દાદી ઉપર મુકી શકાય નહીં એમણે પોતાના સમગ્ર જીવન દરમ્યાન મહેનત કરી બાળકો મોટા કર્યા. હવે એ ઘરડા થયા છે એમને નિવૃત જીવન માણવાનો અધિકાર છે એ સત્ય છે કે દાદા-દાદીને પોતાના પૌત્ર-પૌત્રીઓ પ્રત્યે વહાલ હોય છે અને પોતાની અમૂલ્ય મુડી સમજે છે પણ મૂડી એમના માટે બોજો વ્યાપી નહીં જોઈએ.