અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન

પાલનપુર, તા.૪

બનાસકાંઠામાં ૨ દિવસ પહેલા સ્પેશ્યલ ૨૬ ફિલ્મની સ્ટાઈલમાં બનાસકાંઠાના દિયોદરમાં ૭ લાખથી વધુની ઠગાઈ થઇ હતી. જો પોલીસે ૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે ૬ આરોપીઓને ઝડપી લઇ ઠગાઈની મોરસ ઓપરેન્ડી જાહેર કરી હતી.

બે દિવસ પહેલા દિયોદરના ડુચકવાડા ગામે સાંજના સમયે નકલી ઈન્કમટેક્ષ ઓફિસર બની સ્થાનિક કરિયાણાના વેપારી પ્રવીણભાઈ શાહના ઘરમાં ઘૂસી ડુપ્લીકેટ ઈન્કમટેક્ષનું કાર્ડ, રીવોલ્વર બતાવી રોકડ રકમ સહિત સોનાચાંદી દાગીના મળી કુલ ૭ લાખથી વધુનો મુદ્દામાલ લઈ ફરાર થઈ જતા દિયોદર પોલીસ મથકે જાણ કરાઈ હતી. જેના પગલે પોલીસે નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી હતી. દિયોદરના ડુચકવાડા ગામમાં નકલી ઈન્કમટેક્સ ઓફિસરની રેડ કરી ૭ લાખથી લૂંટ થતા જિલ્લા પોલીસ સહિત વિવિધ ટુકડીઓ આરોપીઓને ઝડપી લેવા કામે લાગી હતી, જેમાં આજે તેમને સફળતા મળી છે તેમજ સમગ્ર નકલી ઈન્કમટેક્સ ઓફિસરો પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. જેમાં સ્થાનિક લોકોની મીલીભગત હોવાનું ધ્યાને આવતા પોલીસે કાંકરેજના ટીમ્બી ગામે રહેતા ભરત જોશીની હકીકત મેળવી ટીના જોશીના ઘરેથી ૨ આરોપીઓને ઝડપી લેતા સમગ્ર મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી હતી જેમાં ડુચકવાડા ગામના જ નરેશભાઈ સોની દ્વારા ટેલિફોનથી બોલાવી ગામનાજ અન્ય ૪ આરોપી દ્વારા ઈન્કમટેક્સ ઓફિસરના નામે છેતરપિંડી કરવાનું નક્કી કર્યું હતું તેમજ પ્લાન મુજબ ડુચકવાડામાં પ્રવીણભાઈ શાહના ઘરે નકલી રેડ કરી ૭ લાખથી વધુની છેતરપિંડી કરી ફરાર થયા હતા. પોલીસે આજે ૬ લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે અલ્ટો કાર કબ્જે કરી હતી. દિયોદરમાં ફિલ્મમાં બતાવેલ ટેક્નિકના આધારે ૭ લાખથી વધુની છેતરપિંડી કરનારા આરોપીઓ પૈકી ભરત જોશી લૂંટ તેમજ અપહરણના કેસમાં અગાઉ ૫ ગુનામાં સંડોવાયેલ છે. હજુ બે આરોપીઓ ફરાર છે જેમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.