(એજન્સી) નૂહ, તા.રપ
હરિયાણાના નૂહમાં રહેતો મુનફૈદ દેશના ચરિત્ર પર પ્રશ્ન ઉઠાવી યાદીમાં જોડાનાર એક નવો કમનસીબ છે. કથિતરીતે મુનફૈદ નામના એક યુવકનું પોલીસ દ્વારા નકલી એકાઉન્ટર કરવામાં આવ્યું હતું. ગત કેટલાક વર્ષોમાં હરિયાણાના નૂહ અને ફરિદાબાદ જિલ્લાઓમાં મુસ્લિમ યુવાનોની પોલીસ એન્કાઉન્ટરની ઘટનાઓમાં વધારો થયો છે. માત્ર નૂહ જિલ્લામાં જ ૧૧ પોલીસ એન્કાઉન્ટરની વાત સામે આવી છે જેમાં ૧પ લોકોનાં મોત થયા છે. આ ઘટના મોડી રાત્રે ૧૬ તારીખે ખડખડી ગામના મુનફૈદ ઉર્ફ ચૌડાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નૂહ પોલીસે આ મામલે અજ્ઞાત લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે જ્યારે મૃતકના પિતા ઈસ્લામે પોલીસ પર મુનફૈદના નકલી એન્કાઉન્ટર કરવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટમાં ઘટનાસ્થળ (તાવડુ ઘાટી)ની પાસે ગામના લોકોએ જણાવ્યું કે, મુનફૈદ પોતાના બે મિત્રો સાથે પોલીસ ઓફિસરને મળવા રેવાડી ગયો હતો. જ્યારે પાછા ફરતા સમયે અડધા રસ્તા પર લીલા રંગની બોલેરોમાં આવેલી પોલીસે તેની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. મુનફૈદના પિતા ઈસ્લામે આરોપ લગાવતા કહ્યું કે પોલીસ અને ડૉક્ટર મુનફૈદના મૃતદેહથી પુરાવા મીટાવવાના પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે ઈસ્લામે મુનફૈદના મૃતદેહમાંથી કપડાં નીકાળતા જોયા અને એનો વિરોધ કર્યો હતો તો તેઓને ગાળો આપી ત્યાંથી નીકળી જવા કહ્યું હતું. મુનફૈદના પિતાએ ૧૬ સપ્ટેમ્બરના રોજ પોલીસને લેખિતમાં નિવેદન આપ્યું જેમાં તેઓએ સીઆઈએ સ્ટાફના ૬ લોકો પર મુનફૈદની હત્યામાં સામેલ હોવાની વાત કહી હતી. એસપી મેવાત નાઝનીન ભસીતે ઈસ્લામને આશ્વાસન આપ્યું કે તેના નિવેદનના આધાર પર એફઆઈઆર દાખલ કરવામાં આવશે. ત્યાં જ આ મામલે પોલીસે સીઆઈએના ઈન્સ્પેકટર મસ્તાનાના નિવેદનના આધાર પર હરિયાણા પોલીસે નૂહ જિલ્લાના તાવડુ પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર દાખલ કરી હતી.