(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧
૫ વર્ષ અગાઉ અટલાદરા સ્થિત માધવનગર અને કેશવનગરમાં વુડાના આવાસોનો બ્લોક ધરાશાયી થવાની ગોઝારી ઘટનાના લાભાર્થીઓને આજદીન સુધી આવાસોની ફાળવણી કરવામાં આવી નથી. તદુપરાંત તેઓને ભાડુ પણ આપવામાં નહી આવતું હોવાના આક્ષેપ સાથે લાભાર્થીઓ મોરચા સ્વરૂપે કારેલીબાગ વુડાની કચેરીએ પહોંચ્યા હતા. વર્ષ ૨૦૧૩ નાં ઓગષ્ટ મહિનામાં અટલાદરા સ્થિત માધવનગર કેશવનગર વસાહતમાં વુડાના આવાસો ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ગોઝારી ઘટનામાં ૧૧ નિદોર્ષ વ્યકિતઓના મોત નિપજ્યા હતા. જો કે આ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા બાદ પણ આજે ત્યાંના લાભાર્થીઓને મકાન આપવામાં આવ્યા નથી. તદુપરાંત તેઓને ભાગની સહાય પણ આપવામાં આવતી નથી. આજે પાંચ વર્ષ ઉપરાંત સમય વિતી જવા છતા મકાન અંગે દ્વિધામાં મુકાયેલા લાભાર્થીઓ મોરચા સ્વરૂપે કારેલીબાગ સ્થિત વુડાની કચેરીએ પહોંચ્યા હતા. અને ઉગ્ર રજૂઆત સાથે આવાસોની ફાળવણીની માંગ કરી હતી.
ધરાશાયી થવાની ઘટનાને પાંચ વર્ષે પૂર્ણ થયા પરંતુ લાભાર્થીઓને આવાસોની ફાળવણી ન કરાઈ

Recent Comments