ઉના,તા.ર૪
દલીત યુવાનને રાજકોટ મુકામે રાદડીયા ઇન્ડસ્ટ્રીટ કારખાનાની બાજુમાં કચરો વીંણવા ગયેલ હોય એ વખતે કારખાનાનો માલીકએ પતિ-પત્ની ઉપર ચોરીનો આરોપ લગાવી તેમના પર ધાતકી હથિયાર વડે માર મારી મોતને ઘાટ ઉતારનારને પકડી પાડી કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે દલીત હિત રક્ષક સમિતીના વિનુભાઇ ચૈહાણ, બધાભાઇ વિંઝુડા, ભાયદાસભાઇ વાળા, માવજીભાઇ વાઢેર, જશાભાઇ વિંઝુડા, સામતભાઇ સૈંદરવા, બળવંતભાઇ બાબરીયા, ગીરીશભાઇ પરમાર સહિતના આગેવાનો દ્વારા ઉના ત્રિકોણબાગ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી રેલી રૂપે ડે.કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલ હતું.
રજૂઆતમાં જણાવ્યા મુજબ મુકેશભાઇ સવજીભાઇ વાણીયા (ઉ.વ.૪૦) કચરો વીણવાનું કામ કરતા હોય જે રાજકોટ મુકામે રાદડીયા ઇન્ડસ્ટ્રીટ કારખાનાની બાજુમાં કચરો વીંણવા ગયેલ હતા ત્યારે કારનાખાનો માલીક તેમજ તેના કામદારોએ મુકેશભાઇ તથા તેમજ પત્ની જયાબેન ઉપર ચોરીનો આરોપ લગાવી ધોકા, પાઇપ જેવા ધાતકી હથિયાર વડે હુમલો કરેલ જેમાં મુકેશભાઇને ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ હતું. તેમજ જયાબેનને ગંભીર ઇજા પહોંચાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડેલ હતા. જે ગંભીર બાબત છે. આમ સરકાર દ્વારા યોગ્ય સહાય તેમજ પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવી જોઇએ. આ ગુનેગારને ફાંસીની સજા થવી જોઇએ તેવી ઉના દલિત હિત રક્ષક સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી મારફત ઉના ડે.કલેક્ટરને રજૂઆત કરી છે.