(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
અભિનેતા-ફિલ્મનિર્માતા પોતાના સ્પષ્ટ અને મજબૂત વિચારો માટે જાણીતા છે. ટૂંક સમય પહેલાં જ તેમણે માઈકોબ્લોગીંગ સાઈટ ટ્‌વીટરના વ્યવાસ્થાપનની અભિનેત્રી રીમા ચઢ્ઢાને મળેલ બળાત્કારની ધમકીને વાંધાજનક ન ગણવા બદલ ટીકા કરી હતી. બુધવારે અભિનેતાએ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે ટ્‌વીટ કરી બળાપો કાઢતા લખ્યું હતું કે, તમને અને તમારા સ્નેહીજનોને ૮૪ રૂા. પ્રતિ લિટર મુબારક. મને ઓનલાઈન જે માહિતી મળી તે મુજબ તેની ખરી કિંમત ૩૧ રૂપિયા છે. (હું ખોટા હોઉં તો સુધારજો રાખવામાં ખુશી થશે) બાકીના કેન્દ્રીય અને રાજ્ય કર, સેસ અને કમિશન છે. તમને જાણ થાય કે ભાવ નીચા લાવી શકાય તેમ છે તે માટે. આ મુદ્દે ભાજપના સમર્થકો દ્વારા ફરહાનને ટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ અભિનેતાએ તેમાનાં કેટલાકને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન અભિનેત્રી રવિના ટંડને પણ ફરહાનને ટેકો આપતા તેમની ટ્‌વીટ રિટ્‌વીટ કરી હતી તેમજ ભાવવધારા અંગે પોતાનો મત રજૂ કર્યો હતો.