નવીદિલ્હી,તા. ૨૮
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પોતાની માતા સોનિયા ગાંધીની સારવારના ભાગરુપે તેમની સાથે વિદેશ જઇ રહ્યા છે. રાહુલે પોતે આ સંદર્ભમાં ટિ્‌વટ કરીને કહ્યું છે કે, તેઓ પોતાની માતાના મેડિકલ ચેકઅપ માટે થોડાક દિવસ માટે દેશની બહાર રહેશે. અલબત્ત આ ટિ્‌વટ મારફતે તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાથી ચુક્યા ન હતા. રાહુલે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, માતાના મેડિકલ ચેકઅપ માટે તેઓ થોડાક દિવસ માટે દેશની બહાર રહેશે. ભાજપે સોશિયલ મિડિયામાં ટ્રોલ આર્મીના મિત્રોને પણ કેટલીક સલાહ આપવામાં આવી હતી. કોંગ્રેસના સુત્રોએ કહ્યું છે કે, રવિવારે રાત્રે જ રાહુલ અને સોનિયા ગાંધી વિદેશ જવા માટે રવાના થઇ ગયા હતા. સોનિયા ગાંધી દર વર્ષે મેડિકલ ચેકઅપ માટે વિદેશ પહોંચે છે. વર્ષ ૨૦૧૧માં પણ તેમની અમેરિકામાં સર્જરી થઇ હતી. સુત્રોએ કહ્યું છે કે, રાહુલ એક સપ્તાહ બાદ પરત ફરશે પરંતુ સોનિયા ગાંધી લાંબા સમય સુધી વિદેશમાં રોકાય તેવી શક્યતા છે. રાહુલના પ્રવાસના કારણે જ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ સરકારમાં વિભાગોની ફાળવણીને ટાળી દેવામાં આવી છે. કુમારસ્વામીના નેતૃત્વમાં ત્યાં સરકાર બન્યા બાદ મંત્રીઓના વિભાગોને લઇને બંને પક્ષો વચ્ચે વાતચીત થઇ નથી. કોઇ નિર્ણય લઇ શકાયો નથી. રાહુલ પરત ફર્યા બાદ કોંગ્રેસ સંગઠનમાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવે તેવી પણ શક્યતા છે. પ્રથમ વખત સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ જઈ રહ્યા નથી.