(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
શહેરના સલાબતપુરા વિસ્તારમાં બાથરૂમમાં ન્હાતી મા-દીકરીનો વીડિયો ઉતારનાર સતીષ બાબર નામના વ્યક્તિ સામે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઈચ્છા દોશીની વાડીમાં રહેતો વિકૃત મગજનો સતીષ બાબરભાઇ રાઠોડ ફરિયાદી અને તેણીની દીકરીમાં બાથરૂમ ન્હાતી વેળામાં મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ કરતો હતો આ અંગે ફરિયાદીને જાણ થતાં ફરિયાદી માતાએ આરોપી સતીષ બાબર રાઠોડ વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પોલીસે ઈપીકો કલમ ૩૫૪ (સી) મુજબનો ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પો.સ.ઈ. વાય.પી. હડિયાએ હાથ ધરી છે અને આરોપી સતીષ રાઠોડની ધરપકડની તજવીજ હાથ ધરી છે.