આણંદ શહેરની લોટીયા ભાગોળ પોલીસ ચોકીમા ફરિયાદ કરવા ગયેલા આધેડ પર પોલીસ ચોકીમા જ આરોપીએ ગળા પર છરી મારી ગંભીર ઈજાઓ કરી હત્યાનો પ્રયાસ કરતા આધેડને બચાવા જતા પીએસઆઈને પણ હાથમા છરી વાગી હતી આ બનાવને લઈને આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમા લોટીયા ભાગોળ વીસ્તારમા જીસસનગરમા રહેતા નીલેશ ઈગ્નાયસભાઈ પરમારના ફળીયામા આવી પાછળ રોહીતવાસમા રહેતો શૈલેષ ચૌહાણ નામનો શખ્સ આવી દરરોજ ગાળો બોલતો હતો અને અગાઉ પણ ગાળો બોલવા બાબતે નીલેશભાઈ અને શૈલેષભાઈ વચ્ચે ઝઘડો થતા નીલેશભાઈ વીરૂદ્ધ એટ્રોસીટીની ફરીયાદ નોંધાઈ હતી અને આજે સવારે પણ શૈલેષે નીલેશભાઈના ઘર પાસે આવી તેમની પત્ની અને દીકરીઓની હાજરીમા બીભસ્ત ગાળો બોલતા આ અંગે નીલેશભાઈ પરમાર લોટીયા ભાગોળ પોલીસ ચોકીમા ફરીયાદ આપવા ગયા હતા અને પીએસઆઈ ડી એન રાવલ સમક્ષ તેઓ રજુઆત કરી રહ્યા હતા ત્યારે જ શૈલેષ પરમાર હાથમા તીક્ષ્ણ છરી લઈને પોલીસ ચોકીમા ઘુસી આવ્યો હતો અને તેણે નીલેશભાઈના ગળા પર છરી મારી દેતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા જેથી પીએસઆઈ ડી એન રાવલ નીલેશને બચાવવા વચ્ચે પડતા તેઓને પણ હાથમા છરી વાગતા લોહીલુહાણ થઈ ગયા હતા અને પોલીસ ચોકીની ફર્સ લોહીથી ખરડાઈ હતી આ ઘટનાને લઈને આસપાસના લોકો તેમજ પોલીસ ચોકીના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને આરોપી શૈલેષ ચૌહાણને પકડી લઈ તેના હાથમાંથી છરી ખુંચવી લીધી હતી ત્યારબાદ નીલેશભાઈને ત્વરીત સારવાર માટે આણંદની સરકારી હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા જયાં ફરજ પરના ડોકટરે તાત્કાલીક સારવાર હાથ ધરી નીલેશભાઈના ગળા પર દસ જેટલા ટાંકા લીધા હતા.