(સંવાદદાતા દ્વારા) સુરત તા.૪
એક વર્ષ પહેલા પરિણીતા સાથેના ફોટા પાડી માતા-પિતાને ફોટા બતાવી દેવાની ધમકી આપી હોટલમાં લઈ જઈ નશાકારક પદાર્થ ખવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ફોટા પીડિતાના પતિને વોટ્‌સએપથી મોકલી આપ્યા હતા. બનાવ અંગે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાંડેસરામાં રહેતો મહેશ અશોકભાઈ પાટીલે ફરિયાદી પરિણીતાના મોબાઈલ ફોનમાં ફોટા પાડી પરિણીતાના માતા-પિતાને બતાવી દેવાની ધમકી આપી હોટલમાં લઈ ગયો હતો. જ્યાં પીડિતાને નશાકારક પદાર્થ ખવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપી મહેશ અશોક પાટીલે ફરિયાદીના પતિના મોબાઈલ ફોન પર ફોટા મોકલી ઘર સંસાર બગાડ્‌યો હતો. પાંડેસરા પોલીસે આરોપી મહેશ અશોક પાટીલ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.