(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૯
ગોત્રી હરીનગર રાજેશ ટાવરની બાજુમાં ઓલમાઇટી એવન્યુમાં ભારે વરસાદથી ભરાયેલા પાણીમાં વીજ કરંટના કારણે કારમાંથી નીચે ઉતરવાની કોશિષ કરનાર પિતા અને પુત્રનું મોત નિપજ્યું હોવાના બનાવ અંગે વીજ કંપનીની અજાણ્યા કર્મી અધિકારીની નિષ્કાળજી બદલ ગોત્રી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતીનુસાર ગોત્રી રોડ રાજેશ ટાવરની બાજુમાં રહેતા નિરંજનભાઇ બ્રહ્મભટ્ટનો પરિવાર રહે. છે ગત તા.૨૫મીના રોજ બપોરના સમયે ભારે વરસાદ પડતા સમગ્ર શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. ગોત્રી રોડ ઓલમાઇટી એવન્યુ સોસાયટીમાં પણ કેડ સમા પાણી ભરાયા હતા. નિરંજન બ્રહ્મભટ્ટની સાઠોદ ગામે ખેતીની જમીન આવે છે. ખેતરે ગયેલા નિરંજન બ્રહ્મભટ્ટ સમી સાંજે પરત ઘરે આવ્યા હતા. જોકે સોસાયટીના ગેટ પાસે વરસાદી પાણી ભરાયેલા સ્કુલે ગયેલા પુત્રને લઇ પતિ અને પત્ની પરત ઘરે આવી પહોંચ્યા હતા. વરસાદી પાણી ભરાઇ જતાં વિદ્યુત પુરવઠો ખોરવાઇ ગયો હતો. ગેટ પાસે આવેલી વીજ લાઇનની ડી.પી. પણ અડધી ડુબી ગઇ હતી. સાંજે વિદ્યુત પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતા. ધાબા ઉપર ગયેલા વિપુલ બ્રહ્મભટ્ટે ત્યાંથી પાર્ક કરેલી કાર તરફ જોયું હતું. તો કારની હેડલાઇટ બંધ કરવાનું કહી વિપુલ બ્રહ્મભટ્ટ કારી આવી લઇને બહાર નીકળ્યા હતા. સોસાયટીના રસ્તે થઇ ગેટ તરફ જતા વિપુલ બ્રહ્મભટ્ટને અચાનક વીજ કરંટ લાગતા તેઓએ બુમો પાડી હતી. પુત્રનો અવાજ સાંભળી તેને બચાવવા દોડી ગયેલા પિતા નિરંજન બ્રહ્મભટ્ટ પણ ચોટી ગયા હતા. વીજ કંપનીને જાણ કરવા છતાં અડધા કલાક બાદ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. વીજ કરંટથી પિતા-પુત્રનું મોત થતા વીજ કંપનીની નિષ્કાળજી અને બેદરકારી બદલ વીજ કંપનીના જવાબદાર મનાતા અધિકારી અથવા કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવી હતી. છેવટે ગોત્રી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.