(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
શહેરના પુણા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ સાસરીયાઓ વિરૂદ્ધ દહેજની માંગણી તથા મારઝુડની ફરિયાદ પુણા પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ડુમસ ગવીયર ગામ ખાતેના એક ભાગના મકાનમાં પતિ દાન બહાદુર નનકુરામ સરોજ, નનકુરામ સરોજ, શીલાબેન નનકુરામ સરોજ તથા સુનીલ નનકુરામ સરોજ વગેરેઓએ દાનબહાદુરની પત્ની દહેજ લાવવા બાબતે મહેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી દામ્પત્ય જીવન દરમ્યાન થયેલા સંતાનો પૈકી પુત્રને પોતાની પાસે રાખી અને પુત્રીને પરિણીતાને સોંપી દીધી હતી. કંટાળી ગયેલી પરિણીતાએ પિયરમાં આવી પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ દાખલ કરતા પુણા પોલીસે દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબનો ગુનો દાખલ કર્યો હવાનું જાણવા મળે છે.